/

Breaking News : કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો, રાજ્યમાં 29 પોઝિટિવ કેસ

રાજયમાં કોરોના વાયરસના એક પછી એક નવા કેસો સામે આવી રહ્યા છે. જેને લઈને સરકારની ચિંતામાં મુકાયું છે. તેમજ નાગરિકોમાં વધારે ફફડાટ જોવા મળ્યો છે. કોરોના વાયરસે ગુજરાતમાં પગપેસારો કરી લીધો છે. કોરોનાના વધતા જતા કેસો ચિંતાની બાબત છે. ગુજરાતમાં બીજા કોરોના વાયરસના 6 કેસો નોંધાયા છે. જેથી કોરોના વાયરસનો આંકડો 29ને પાર થઈ ગયો છે. જેથી કોરોના વાયરસના વધુ કેસો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસની વાત કરીએ તો કોરોના વાયરસના 29 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 13, સુરતમાં 4, રાજકોટમાં 1, વડોદરામાં 6, ગાંધીનગરમાં 4 અને કચ્છમાં 1 કોરોનાના કેસો નોંધાયા છે. જેથી ગુજરાતમાં અમદાવાદ કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું છે. અમદાવાદમાં ગુજરાતના સૌથી વધુ એટલે કે 13 કેસો નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published.