////

કોરોનાગ્રસ્ત વ્યક્તિનું સફળતાપૂર્વક થયું લંગ્સટ્રાન્સપ્લાન્ટ, 10 કલાક ચાલ્યું ઓપરેશન

કોરોનાગ્રસ્ત 31 વર્ષીય વ્યક્તિને થોડાક મહિના પહેલા દિલ્હીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની 10 કલાક સુધી ચાલેલી સર્જરી દરમિયાન સફળતા પૂર્વક લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રથમ વાર કોઈ વ્યક્તિનું આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

આ અંગે મળતી માહિતી પ્રમાણે અંગ પ્રાપ્તકર્તા ઉત્તર પ્રદેશના હરદોઈનો રહેવાસી છે અને તે ગંભીર ફેંફસાની બિમારીથી પીડિત હતો. તો દાન કરવામાં આવેલા ફેંફસા જયપુરની 42 વર્ષીય મહિલાના હતા. જેનું હાલમાં રોડ અકસ્માતમાં મોત નિપજ્યું હતુ. તો ફેફસાને દિલ્હી લાવવામાં આવ્યા. આ દરમિયાન જયપુરમાં હોસ્પિટલ અને એરપોર્ટ બાદ આઈજીઆઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને હોસ્પિટલ વચ્ચે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં 18.3 કિમીના અંતરને 18 મિનિટમાં કવર કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ 10 ડોક્ટરોની 1 ટીમ મળીને 10 કલાક સુધી ઓપરેશન કર્યુ હતુ.

આ અંગે ડૉ. ચંદોલાએ જણાવ્યું કે, દર્દીના ફેફસા બહુ ખરાબ હતા અને હાર્ટ ફંક્શનિંગ પણ ખરાબ હતા. તમામ ટ્રાન્સપ્લાન્ટર્સમાં ફેફસા સૌથી નાજૂક હોય છે. જોકે અધિકાંશ ડોનર્સ મોટા ભાગે રોડ અકસ્માતનો શિકાર હોય છે. આ દરમિયાન કેટલાક ડોનર્સને વોમિટિંગની ફરિયાદ હોય તો તેની અસર ફેફસા પર થાય છે અને તે કોઈ કામના રહેતા નથી. ફેફસા અન્ય અંગોની સરખામણીએ વિરુદ્ધ પર્યાવરણના સંપર્કમાં હોય છે. જેનાથી તેમને સરળતાથી સંક્રમણનો ખતરો છે.

Leave a Reply

Your email address will not be published.