////

કોરોનાગ્રસ્ત કન્યાને લગ્ન બાદ સાસરે જવાની જગ્યાએ કરાઈ ક્વોરન્ટાઈન

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેના પગલે વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે તંત્ર દ્વારા સતત ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન વલસાડમાં લગ્ન કરવા જઈ રહેલી કન્યાને કોરોના થતા સાસરીની જગ્યાએ ક્વોરન્ટાઈન થવાનો વારો આવ્યો છે.

શુક્રવારે વલસાડના મોટા બજારમાં રહેતી એક યુવતીના લગ્ન મુંબઈના યુવક સાથે લેવાતા હતા. આ લગ્ન માટે તેઓ 10 નવેમ્બરે મુંબઈમાં ખરીદી કરવા પણ ગયા હતા. અન્ય રાજ્યની વિઝીટ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે કોરોના ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. જેમાં કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

હેલ્થ વિભાગની ટીમે લગ્ન કરવા જઈ રહેલી યુવતીનો RT-PCR ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ કોરોનાગ્રસ્ત કન્યાને લગ્નના મંડપમાંથી તેના પિતાના ઘરે ક્વોરન્ટાઈન કરી દેવામાં આવી હતી. જો કે પ્રસંગને પૂરો કરી લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.