////

દિવાળીમાં ભેટ આપવાની કોર્પોરેટ પરંપરા કોરોનાને કારણે તૂટશે…

દેશમાં નવરાત્રિ બાદ હવે દિવાળી આવી રહી છે. ત્યારે દિવાળી તહેવાર નિમિતે કોર્પોરેટ કંપનીઓ પોતાના કલાયન્ટસ અને લોકો પરિવારજનોને ગિફટ આપવા માટે ખાસ બજેટની ફાળવણી કરતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે લાગુ પડેલા અનેક નિયમોને લઈને ગિફટના બજેટ પર કાપ મુકાયો છે.

મોટાભાગની કંપનીઓએ આ વર્ષે દિવાળી ગિફટના બજેટમાં 20-50 ટકાનો ઘટાડો કર્યો હોવાનું ગિફટીંગ કંપનીઓએ જણાવ્યુ હતું. આ વર્ષે લોકોની લાગણીને ધ્યાને લઇને મેટ્રોએ 500 રૂપિયા કરતા પણ ઓછી કિંમતની ગિફટનો વિકલ્પ શરૂ કર્યો છે તો 24 રૂપિયાથી લઇને 99 રૂપિયા સુધીની ગિફટની વેરાયટી પણ રજુ કરી છે. મીઠાઇ અને ડ્રાય ફ્રુટ કે જે ગિફટનાં રૂપે આપવામાં આવતી તેનું વેચાણ પણ આ વર્ષે ડાઉન જોવા મળી રહયું છે. મીઠાઇ આઉટલેટની ચેઇન ધરાવતા હલ્દીરામ ફુડસના જણાવ્યા પ્રમાણે ‘કોર્પોરેટ કંપનીઓ દ્વારા ગિફટમાં આપવામાં આવતી મિઠાઇ અને ડ્રાય ફ્રુટનાં વેચાણમાં ગત વર્ષની તુલનાએ 60 ટકાનો ઘટાડો નોંધાયો છે.’

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે કંપનીઓ અને રિટેલર દ્વારા ગિફટના મહતમ ઓર્ડર આવી જતા હોય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઇન્કવાયરી પણ ઓછી આવી રહી છે. એક ચિફ માર્કેટીંગ ઓફીસરના જણાવ્યા પ્રમાણે ‘સામાન્ય રીતે 1000-2000 રૂપિયાની કિંમતની ગિફટના ઓર્ડર મળતા હતા. પરંતુ આ વર્ષે બિઝનેસની નબળી સ્થિતિ તથા કોરોનાને લીધે લોકો દ્વારા પેકેજ (ગિફટ) સ્વીકારવાને લઇને સર્જાયેલી અનિશ્ચિતતાને લીધે ગિફટ સિસ્ટમને ભારે અસર પડી છે.

Leave a Reply

Your email address will not be published.