////

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનની કિંમત એક જ હોવી જોઈએ – સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે 31 મેએ કેન્દ્ર સરકારને કોવિડ વેક્સિનની ખરીદી માટે ડ્યૂલ પોલિસી અને કોવિન પ્લેટફોર્મ એક્સેસ કરવાને લઇને સવાલ પૂછ્યા છે. જેમાં કોર્ટ કોવિડ મેનેજમેન્ટ પર સુનાવણી કરી રહ્યુ હતું. કોર્ટે કહ્યું કે, સમગ્ર દેશમાં વેક્સિનનો એક જ ભાવ હોવો જોઇએ.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યુ કે, રાજ્યોને કોવિડ વેક્સિન માટે વધુ કિંમત કેમ આપવી પડી રહી છે. જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ નાગેશ્વર રાવ અને જસ્ટિસ રવિન્દ્ર ભટની બેંચે વેક્સિન માટે યૂનિફોર્મ પ્રાઇસિંગ પોલિસી અપનાવવા કહ્યુ છે.

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, કેન્દ્ર કહે છે કે તે વધુ ડોઝ ખરીદે છે માટે ઓછી કિંમત આપે છે. જો આ તર્ક છે તો રાજ્ય વધુ પૈસા કેમ આપી રહ્યા છે? પૂરા દેશમાં વેક્સિનનો ભાવ એક જ હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યુ કે, જ્યારે તે 45+ ઉંમર માટે 100% ડોઝ રાજ્યોને ઉપલબ્ધ કરાવી રહ્યુ છે તો 18-44 વર્ષ માટે માત્ર 50 ટકા જ ડોઝ કેમ આપી રહ્યુ છે.

કોર્ટે કહ્યું કે, 18-44 વર્ષની ઉંમર ધરાવતા લોકો માટે 50 ટકા મેન્યુફેક્ચરર્સથી રાજ્ય કેન્દ્રના નિર્ધારીત ભાવ પર ખરીદી રહ્યા છે અને બાકી ખાનગી હોસ્પિટલોને આપવામાં આવશે, જેનો અસલમાં આધાર શું છે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારો તર્ક હતો કે 45+ સમૂહમાં મોત વધુ થઇ રહ્યાં છે, પરંતુ બીજી વેવમાં આ ઉંમરના લોકો ગંભીર રીતે પ્રભાવિત થયા નથી. આ વખતે 18-44 ઉંમરના લોકો પ્રભાવિત થયા છે. જો વેક્સિન ખરીદવાનો અર્થ છે તો કેન્દ્ર માત્ર 45+ માટે કેમ ખરીદશે?

સુપ્રીમ કોર્ટે ગ્રામીણ વિસ્તારમાં વેક્સિન માટે રજિસ્ટ્રેશન પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે સરકારને ડિઝિટલ ડિવાઇડ પર સવાલ પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ, ગ્રામીણ વિસ્તાર માટે તમે કહો છો કે ગ્રામવાસી NGO દ્વારા કોવિન એપ પર રજિસ્ટર કરી શકે છે. અમારા કેટલાક લૉ ક્લાર્ક અને સચિવોએ એપ પર રજિસ્ટર કરવાનો પ્રયાસ કર્યો છે, તો અમને ખબર છે તે કેવી રીતે કામ કરે છે.

આ ઉપરાંત જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, જો કોર્ટે કરવુ હોત તો 15 દિવસ પહેલા જ કરી ચુક્યુ હોત પરંતુ તે ઇચ્છે છે કે કેન્દ્ર સ્થિતિ સમજે કે દેશમાં શું થઇ રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.