////

જાણો ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાનો સાચો ખર્ચ

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત મુલાકાતે આવ્યા હતાં. જેમાં સરકારે કરોડો રૂપિયાનો ધૂમાંડો કર્યો હતો. તેમજ ટ્રમ્પ પાછળ થયેલા ખર્ચને છુપાવવા માટે રાતોરાત નાગરિક અભિવાદન સમિતિની રચના કરી હતી. ટ્રમ્પ પાછળ થયેલા કરોડો રૂપિયાના થયેલા ધુમાડોનો અનેક રાજનૈતિક પાર્ટીઓએ વિરોધ પણ કર્યો હતો. જેમાં વિપક્ષે સરકાર પાસેથી ટ્રમ્પની મુલાકાતને લઇને થયેલા કરોડો રૂપિયાના ખર્ચાનો હિસાબ માંગ્યો હતો. જેમાં રૂપાણીએ વિપક્ષને આજે ટ્રમ્પમાં માત્ર ૧૨ કરોડ રૂપિયા જ વપરાયા હોવાનું જણાવ્યુ હતુે. જો કે વિપક્ષને મુખ્યમંત્રી રૂપાણીએ આપેલા ૧૨ કરોડનો ખર્ચ હિસાબ ગળે ઉતર્યો નહતો.

ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને વિપક્ષ દ્વારા અનેક વખત સરકાર પર આક્ષેપો કરાઇ રહ્યા છે. ટ્રમ્પના કાર્યકમને લઇને અનેક તર્ક-વિતર્કો ચર્ચાઇ રહ્યા છે. કયાંક ૧૦૦ કરોડ કે કયાંક ૧૦૦૦ કરોડ તો કયાંક ટ્રમ્પના સ્ટાફ માટે બુક કરાયેલી હોટલો તો કયાંક ટ્રમ્પના આગમન પહેલા બનાવેલા રોડ-રસ્તાઓ અને પોલીસ સુરક્ષા બંદોબસ્તમાં થયેલા ખર્ચાઓનો હિસાબ વિપક્ષે માંગયો છે. જો કે આ તમામ વિપક્ષને જવાબ આપવાનું કામ મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્યુ છે.

વિધાનસભાના બજેટ સત્રમાં વિજય રૂપાણીએ જણાવ્યુ કે, માત્ર ૧૨ કરોડનો જ ખર્ચ થયો છે. જેમાંથી ૮ કરોડ રૂપિયા કેન્દ્વ સરકાર અને સાડા ૪ કરોડ રૂપિયા અમદાવાદ મ્યુનિ કોર્પોરેશને કર્યો છે. 

Leave a Reply

Your email address will not be published.