/

I.B સર્તક : મંત્રી,પોલીસ,પદાધિકારીઓ પર આંતકી હુમલો થવાની આશંકા

સેન્ટ્રલ I.Bએ ગુજરાત સરકાર અને કેન્દ્વ સરકારને દેશના મંત્રી,પોલીસ તેમજ અન્ય પદાધિકારીઓ પર આંતકી હુમલો થવાની આશંકા સાથે સૂચના આપી છે. I.Bએ એક ગુમનામ ધમકીભર્યો પત્ર મળયો છે. પત્રમાં એવુ જણાવ્યુ છે કે, અમે છેલ્લા ઘણા દિવસથી તમારા શહેરમાં છીએ અમે તમારા અમુક સ્થળો પર અને અમુક લોકો પર હુમલો કરીશું. અલ્લાહની ઇચ્છા હશે તો અમે અમારા મોટા ઇરાદામાં કામિયાબ થઇશું. ઘણા સ્થળોએ દંગા પણ કરીશું. અમારા નિશાન પર છે. તેમજ ગુજરાતના રાજમંત્રીઓ, ઉચ્ચ પોલીસ કર્મચારીઓ અને મોટા પદાધિકારીઓ જે કુલ ૧૩ લોકો પર હુમલો કરવાના તેમજ તેમના નામ સાથે ઉલ્લેખ કર્યો છે. પત્રમાં આ ૧૩ નામો લખીને એવુ પણ જણાવવામાં આવ્યુ છે કે, મોત આ લોકોને બોલાવી રહી છે. અમે દંગા પણ કરીશું. બચાવી શકો તો બચાવજો. ગુજરાતને પુલવા અને ઉરીમાં યાદ રાખજો. સમય શરૂ થઇ ગયો છે. હવે મુસલમાન એક થઇ બહાર આવશે. NRCના નામ પર આખા ગુજરાતમાં આંતક, દંગા અને સમય મળતા જ હુમલો પણ કરશે. એક મોટા આંતકી હુમલા માટે તૈયાર રહેવુ. પત્રમાં આવુ જણાવી ૧૩ લોકો સહિત ગુજરાતના નાગરિકોને પણ જોખમ હોવાનું જાણવા મળયુ છે. જેને લઇને ગુજરાત પોલીસ, I.B જેવી અનેક પોલીસ એજન્સીઓ સર્તક થઇ ગઇ છે તેમજ પત્ર કોને લખ્યો છે તેવી તમામ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત દરેક સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ આંતકીઓ સામાન્ય નાગરિક બનીને રહીને પોલીસની આંખમાં ઘૂળ જોખતા હોય છે જેથી પોલીસ સામાન્ય નાગરિકો પર પણ શંકા રાખીને તપાસ કરી રહી છે. તેમજ CCTV ફુટેજો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પત્રમાં ૧૩ નામો છે તેમને પણ સુરક્ષાનો તૈનાત આસપાસ રાખવામાં આવ્યો છે.

ગુજરાત રાજયના અધિક પોલીસ મહાનિર્દેશકના લેટરહેડ ઉપર નાયબ કશ્નિરની સહી વાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો પત્ર પોલીસની આંતરિક વહીવટ પ્રકિયા છે. I.Bને મળેલા એક પત્રના સંદર્ભમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોડરા સહિતના તમામ જિલ્લાઓને પત્રમાં ઉલ્લેખ કરીને તકેદારી રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. પરંતુ સત્તાવાર રીતે આ અંગે I.Bના પત્ર કે I.Bને મળેલા નનામાં પત્રને કોઇ સમર્થન આપી રહ્યુ નથી. ગુજરાત ઇન્ટલીજન્ટ બ્યુરોના નામે ગુરૂવારે એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પત્રમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્વીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સહિત મહત્વના પદો પર બેઠેલા ૧૩ વ્યકિતઓ પર આંતકી હુમલા થવાના આશંકા વ્યકત કરાઇ છે. આ પત્ર I.Bએ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓના વડા તથા શહેરોના પોલીસ કમિશનરોને ઉદ્દેશીને લખાયો છે. આઇબીએ જણાવ્યુ હતુ કે, કેટલાક ગુનાહિત પ્રવૃતિઓ કરતા લોકો ગુજરાતનો માહોલ બગાડવા માટે આંતકી હુમલો કે કોમી તોફાનો કરાવી શકે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

વાયરલ થયેલા પત્રમાં કોના પર આંતકી હુમલો થવાની આશંકાઓ

૧. કેન્દ્વીય ગૃહમંત્રી અમિત શાહ
૨. મુખ્યમંત્રી વિજય રૂપાણી
૩. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
૪. DGP શિવાનંદ ઝા
૫. ભાજપ પ્રમુખ જીતુ વાધાણી
૬. ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા
૭. દિલીપદાસજી મહારાજ
૮. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા
૯. ASP પ્રવિણ તોગડીયા
૧૦. ધારાસભ્ય શૈલેષ પરમાર
૧૧. ચીફ જસ્ટિલ ગુજરાત હાઇકોર્ટ
૧૨. પૂર્વ ધારાસભ્ય ભરત બારોટ
૧૩. પૂર્વ ધારા સભ્ય ભૂષણ ભટ્ટ

Leave a Reply

Your email address will not be published.