//

કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થયો આ દેશ, પોતાના પૈસા રસ્તા પર ફેંકી રહ્યા છે લોકો?

કોરોના વાયરસના કહેરથી યુરોપના દેશોમાં સૌથી વધુ ઈટલી પ્રભાવિત થયો છે.. તો યુરોપમાં સૌથી પહેલા લોકડાઉન પણ ઈટલીમાંજ કરવામાં આવ્યું હતું.. હજારો લોકોની મોત બાદ ઈટલીના લોકોમાં નિરાશા જોવા મળી રહી છે જે સ્વભાવિક છે.. સમગ્ર ઘટનાની વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે કે ઈટલીના લોકોએ નિરાશ થઈ પોતાના પૈસા રસ્તા પર ફેંકી દીધા છે.. તેઓનું કહેવું છે કે જ્યારે સંબંધીઓ જ રહ્યા નથી અને હવે લોકડાઉનમાં જીવનનિર્વાહ કરવાનો વારો આવ્યો છે ત્યારે પૈસાનું શું કામ છે ? આવા પૈસાની કોઈ જરૂર નથી. ત્યારે સવાલ ઉભો થાય છે કે શું આ સત્ય ઘટના છે.. જો કે સોશિયલ મીડિય પર રસ્તા પર પૈસા ફંકવાની તસવીર વાયરલ થઈ રહી છે તે સાચી છે પરંતુ તેનો ઈટલી સાથે કોઈ સંબંધ નથી.. આ પ્રકારની તસવીર માર્ચ 2019થી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે

અને તે દરમિયાન વિશ્વમાં કોઈએ કોરોનાનું નામ પણ સાંભળ્યું ન હતું. તો હવે પૈસા રસ્તા પર ફેંકી દેવામાં કેટલી સત્યતા છે? જો કે વિપરીત સમસ્યાઓથી ઝૂમી રહેલા અમેરિકાના એક દેશ વેનેઝુએલાએ ઓગસ્ટ 2018માં પોતાની કરન્સીને બદલવાનો નિર્ણય કર્યો હતો.. તો તેમણે પોતાની જૂની કરન્સી BOLIVAR FUERTEની જગ્યાએ BOLIVAR SOBERANO જેવી નવી કરન્સી ચલાવવાનો નિર્ણય લીધો હતો જેનાથી જૂની કરન્સીની કોઈ કિંમત ના રહેતા વેનેઝુએલાના લોકોએ જૂની ચલણી નોટોને રસ્તા ઉપર ફેંકવાની શરૂ કરી દીધી.. જો કે તે દરમિયાન રિપોર્ટ પણ આવી હતી કે વેનેઝુએલામાં ઘણાં લોકોએ એક બેન્કને લૂંટી ચલણી નોટોને બાળીને સાબિત કર્યું કે હવે જૂની ચલણી નોટોનું કોઈ મહત્વ રહ્યું નથી.. તો આ ઘટનાના પગલે છેલ્લા એક વર્ષથી રસ્તા પર પૈસા ફેંકવાની તસવીરો વાઈરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.