/

દેશની પ્રથમ સિટી બસને 74 વર્ષ થયા પૂર્ણ, ફક્ત 14 વાર બંધ રહી બસ

દેશની પ્રથમ સિટી બસ AMTSને 74 વર્ષ પૂર્ણ થયા છે. પહેલી એપ્રિલ 1947ના રોજ પ્રથમ 45 નંબરની સિટી બસ અમદાવાદના રસ્તાઓ પર દોડાવવામાં આવી હતી. તો આજે 45 નંબરની 735 બસ નગરપાલિકાની છે જ્યારે 605 બસ ખાનગી છે. અમદાવાદના 105 રૂટ પર હાલ લાલ બસ દોડી રહી છે જ્યારે રોજના 5 લાખથી વધુ મુસાફરો એએમટીએસમાં મુસાફરી કરે છે. જો કે વર્ષ 1950થી 2020 સુધી બસ સેવા ફક્ત 14 વાર જ બંધ રહી છે. અત્યાર સુધી કોમી રમખાણો, આંદોલન અને કુદરતી તોફાનના કારણે બસ સેવા બંધ રાખવામાં આવી છે. પરંતુ આ વર્ષે પહેલી વાર કોરોના વાયરસના કારણે 14 એપ્રિલ સુધી એએમટીએસ બસ સેવા બંધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.