///

ઉત્તરપ્રદેશમાં લવ જેહાદની અફવાને કારણે યુગલે પૂરી રાત જેલમાં વિતાવી

ઉત્તરપ્રદેશમાં યુવક-યુવતીના લગ્ન રોકીને તેમને પુરી રાત પોલીસ સ્ટેશનમાં રાખ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પોલીસ દ્વારા એક યુગલના લગ્ન રોકીને તેમને રાતભર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે ત્યારે છોડવામાં આવ્યા જ્યારે તે સાબિત થઈ ગયું કે બંને મુસ્લિમ છે.

જોકે આ અંગે પોલીસને ફરિયાદ મળી હતી કે, લવ જેહાદને અંજામ આપતા એક મુસ્લિમ યુવક એક હિન્દુ છોકરીનું ધર્માંતરણ કરીને તેના સાથે લગ્ન કરી રહ્યો છે. આ કેસની જાણકારી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને લગ્નને રોકી દેવામાં આવ્યા હતા. જોકે, પાછળથી સ્પષ્ટ થઇ ગયું કે, છોકરો અને છોકરી મુસ્લિમ કોમના જ હતા. જેમાં 39 વર્ષિય હૈદર અલીએ આરોપ લગાવ્યો કે, પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને બેલ્ટથી ધોલાઈ પણ કરી હતી.

આ યુગલના લગ્ન ત્યારે થયા જ્યારે આઝમગઢથી છોકરીના ભાઈએ આવીને પોલીસને જણાવ્યું કે, છોકરી પોતાની પસંદથી લગ્ન કરવા માંગે છે અને છોકરીના ઘરવાળાઓને કોઈ જ આપત્તિ નથી. જોકે છોકરીના સંબંધીઓએ છોકરી ગુમ થઇ હોવાની ફરિયાદ આઝમગઢમાં લખાવી હતી કેમ કે, છોકરી પોતાનું ઘર છોડીને ભાગી ગઈ હતી.

આ ઘટના અંગે પોલીસ સ્ટેશનના એસએચઓએ કહ્યું કે, અસમાજિક તત્વોએ લવ જેહાદની અફવા ફેલાવવાનું કામ કર્યું. બંનેનો ધર્મ એક હોવાનું સ્પષ્ટ થયું અને બંને પુખ્ત હોવાના કારણે બંનેને જવા દીધા. પોલીસે તર્ક આપ્યો હતો કે, તેમને આ કાર્યવાહી તે માટે કરી કેમ કે, પ્રશાસન લવ જેહાદના કેસોને લઈને ખુબ જ સખ્ત છે. મારપીટનો પ્રશ્ન જ નથી. જ્યારે જોડાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે છોકરીએ જણાવ્યું હતું કે તે મુસ્લિમ છે અને પોતાની ઈચ્છાથી લગ્ન કરવા ઈચ્છે છે.

જોકે પાછળથી છોકરીના ઘરવાળાઓએ પોલીસને વીડિયો કોલ કર્યો અને આધાર કાર્ડ બતાવીને તેની શબીબા નામથી ઓળખ કરાવી હતી. પોલીસે કહ્યું કે, છોકરીનો પરિવાર આવ્યા પછી જ જોડાને છોડીશું. પોલીસ સામે શબીબાએ કહ્યું કે, તે તેના ભાઈ સાથે જવા ઈચ્છતી નથી અને હૈદર સાથે રહેવા માંગે છે. છોકરીના ભાઈએ પણ કહ્યું કે, જો શબીબાને લગ્ન કરવા છે તો તેમને કોઈ જ આપત્તિ નથી.

Leave a Reply

Your email address will not be published.