///

જાવેદ અખ્તરે વધારી કંગનાની મુશ્કેલી, કોર્ટે કહ્યું- પોલીસ 16 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રજૂ કરે

મુંબઈની એક કોર્ટે ગઇકાલે શનિવારે પોલીસને આદેશ આપ્યો કે તે અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ ગીતકાર જાવેદ અખ્તરની માનહાનિની ​​ફરિયાદની તપાસ કરે અને 16 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રજૂ કરે.

ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે એક ઇન્ટરવ્યુમાં તેમના વિશે અપમાનજનક અને નિરાધાર આક્ષેપો કરવા માટે ગત મહિને અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કંગના રનૌત સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તેમણે કાયદાની સંબંધિત કલમો હેઠળ અભિનેત્રી સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

જાવેદ અખ્તરના વકીલ નિરંજન મુંદાર્ગીએ જણાવ્યું હતું કે શનિવારે મેજિસ્ટ્રેટ કોર્ટે જુહુ પોલીસને આ કેસની તપાસ કરવા અને 16 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.