//

જૂનાગઢના Dyspને કોર્ટે માર મારવાના કેસમાં 2 વર્ષની સજા ફટકારી

2006માં દેવગઢબારીયાના બૈણા ગામે ખાતે રહેતા એક સગીર યુવકને માર મારવા મામલે તત્કાલીન PSI અને હાલમાં જૂનાગઢના Dysp જે.બી.ગઢવીને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જૂનાગઢના કેશોદ ખાતે Dysp તરીકે ફરજ બજાવનાર જે.બી.ગઢવી કે જેઓ વર્ષ 2006માં દાહોદ જિલ્લાના દેવગઢબારીયા પોલીસ મથક ખાતે PSI તરીકે ફરજ બજાવતા હતાં. તેઓએ તારીખ 13 ડિસેમ્બર 2006ના રોજ દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે રહેતા સગીર યુવક સરજનકુમાર રામાભાઇ પસાયાની ગેરકાયદે અટકાયત કરી હતી. બાદમાં તેને લાકડીથી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં આ યુવક સગીર હોવાનું કહીને તેના પરિવારજનોને બોલાવી સોંપી દેવાયો હતો.

આ મામલે સરજનકુમાર દ્વારા પોતાના વકીલ મારફતે દેવગઢબારીયા કોર્ટમાં જે.બી.ગઢવી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. દેવગઢબારિયા કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે ફરિયાદીના વકીલની દલીલને ગ્રાહ્ય રાખી પુરાવાની તપાસ કરતા PSI ગઢવીને ગુનેગાર ઠેરવી આજ રોજના આ કેસનો હુકમ કર્યો હતો.

આ હુકમના જણાવ્યાં અનુસાર જે.બી.ગઢવીને ગુનેગાર ઠેરવી IPCની કલમ 323 હેઠળ 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે કોર્ટના હુકમના સમાચાર વાયુવેગે પોલીસ બેડામાં પ્રસરતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.