/

કોર્ટો ને પણ લાગ્યું કોરોના વાયરસનું ગ્રહણ

20 March

દેશભરમાં કોરોના વાયરસની અસર વધી રહી છે વડાપ્રધાન મોદીએ રાષ્ર્ટજોગ સંબોધન કરી જનતા કર્ફ્યુની વાત કરી છે આરોગ્ય વિભાગ પણ સતર્કઃ બની ગયું છે મંદિર મસ્જિદ ગુરુદ્રાર સહીતના તમામ ધાર્મિક સ્થાનો પણ 31મી માર્ચ સુધી બંદ રાખવાનો વહીવટદારોએ નિર્ણય લીધો છે ત્યારે ન્યાય તંત્ર પણ હવે રાષ્ટ્રના કાર્યમાં સહભાગી બની ગયું છે ગુજરાતની અનેક કોર્ટોની બહાર કોરોનાને પગલે કોર્ટો માં આરોપી કે અરજદારો કોર્ટની મુદતમાં હાજર નહિ રહે તો કેશને કોઈ નુકસાન નહીં થાય તેવા હોર્ડિગ્સ થી ગુન્હેગારોને પણ કોરોનાનો ફાયદો થયો છે કારણ કે કેશની મુદતમાં આવતા કોર્ટની લોબી ભરચક હોઈ છે તેના કારણે કોરોના ચેપ થવાની પૂરતી શક્યતાઓને પગલે હવે કોર્ટોએ પણ 31મી માર્ચ સુધી મુદતમાં હાજર નહિ રહેનાર ગુન્હેગારો સામે વોરન્ટ કે સમન્સ નહિ કરે તેવા બોર્ડ કોર્ટમાં લાગ્યા છે જોકે કોર્ટો રાબેતા મુજબ જ ચાલશે અને વકીલો પણ કોર્ટ માં હાજરી આપશે માત્ર મુક્તિ મળી છે તો આવનાર અરજદારો અને ગુન્હેગારોને જ મળી છે.

Leave a Reply

Your email address will not be published.