////

રાજકોટમાં 6 વાહનોમાં આગ ચાંપી દેવા મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી

રાજકોટ શહેરમાં રાત્રી કરર્ફ્યૂ દરમિયાન 6 જેટલા વાહનોમાં આગ ચાંપી દેનારા આરોપીની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં ગઇકાલે મંગળવારે મોડીરાત્રીના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા ગાર્ડન પાસે સ્લમ ક્વાર્ટર પાસે ચાર જેટલા બાઈક તેમજ એક રિક્ષાને રાત્રે આગ લગાવી દેવાનો બનાવ બન્યો હતો. જેના પગલે આ બનાવથી અનેક સવાલો ઊઠ્યા હતાં.

આ ઘટનાને લઇને ભક્તિનગર પોલીસે કાર્યવાહી હાથ દરી હતી. જેમાં પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેમજ શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી. બીજી તરફ પોલીસની અન્ય ટિમો દ્વારા ટેક્નિકલ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી પણ આગ ચાંપનરની ઓળખ મેળવવા કાર્યાવહી હાથ ધરાઇ હતી. આ સાથે જ ભક્તિનગર પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ શોધખોળ કરી રહી હતી. ત્યારે શહેરના કેનાલ રોડ પરથી એક શખ્સની ધરપકડ કરી હતી.

આ તકે જેની પૂછપરછ કરતા વાહનો સળગાવવા પાછળનું ચોકાવનારુ કારણ આપ્યું હતું. પોલીસના જણાવ્યાં મુજબ જે રસ્તા પરથી વાહનો સળગાવ્યા તે રસ્તો કાયમી આવવા-જવાનો રસ્તો હતો અને તે જ્યારે બાઇક લઇને કે ચાલીને તે રસ્તા પરથી નીકળતો ત્યારે તે રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરેલા હોવાથી તેમને નડતરરૂપ થતા હતાં. જેથી કોઈને ફરિયાદ કર્યા વગર આવેશમાં આવી જ્વલંતશીલ પદાર્થ દ્વારા વાહનોને આગ ચાંપી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.