///

રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના દલિત આગેવાનો આકરા પાણીએ

કોંગ્રેસમાં દલીત સમાજને ટીકીટ આપવાની માગ પ્રબળ બની રહી છે. કચ્છથી શરૂ થયેલી માગણીમાં પ્રદેશના અગ્રણીઓ પણ સુર પુરાવી રહ્યા છે. કોંગ્રેસના 5 દલીત ધારાસભ્યોએ પણ પ્રભારીને લેખીતમા માંગ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.!દલીત સમાજના લોકોએ સમાજના નવા ચેહરાને તક આપવાની માગણી કરતા રાજકીય મામલો ગરમાયો છે.

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાં ટીકીટની માગણી માટે જબરદસ્ત લોબીંગ શરૂ થયું છે. કચ્છથી દલીત સમાજને તક આપવાની ઉઠેલી માગણીમાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણિય નેતાઓ અને ધારાસભ્યોએ પણ પોતાનો સૂર પુરાવ્યો છે. કોંગ્રેસના 5 દલીત ધારાસભ્યોની સહીવાળો પત્ર પણ પ્રભારી રાજીવ સાતવને ગઈ કાલે આપવામાં આવ્યો છે. તો સાથોસાથ કોંગ્રેસ સાથે જોડાયેલા અને અત્યાસૂધી તક મેળવી ચૂકેલા દલીત સમાજના સિનિયર નેતાઓને બદલે સેકન્ડ કેડરને રાજ્યસભામાં તક આપવાની માગણી કરવામાં આવી રહી છે.

દલીત સમાજ દ્વારા રાજ્યસભાની ટીકીટને લઈને પ્રબળ માગણી કરવામાં આવી છે. તેમા પણ નવો વળાંક એ આવ્યો છે કે કોંગ્રેસ સાથે સકળાયંલે દલીત સમાજના સિનિયર નેતાને નહી પરંતુ નવા ચેહરાને તક આપવામાં આવે ત્યા કોંગ્રેસનું શિર્ષનેતૃત્વ આ માગણી ગ્રાહ્ય રાખે છે કે કેમ તે આવનારો સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published.