શહેરના ગોતા વિસ્તારમાં સત્યમેવ વિસ્ટા સાને આવેલા રોયલ હોમ્સમાં પુત્રવધુએ સાસુની ઘાતકી હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ સોલા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. .
ગોતાના સત્યમેવ વિસ્ટા પાસે આવેલા રોયલ હોમ્સમાં રહેતાં રામનિવાસ અને તેમની પત્ની રેખાબહેના પુત્ર દીપકના લગ્ન 10 મહિના પહેલા નિકિતા ઉર્ફ ન્યારા સાથે થયા હતાં. લગ્નની શરૂઆતના મહિનામાં પુત્રવધુ નિકિતા અને સાસુ રેખાબહેન વચ્ચે બોલાચાલી તકરાર અને ઝઘડા શરૂ થઈ ગયા હતાં. અવારનવાર ચાલતી તકરાર અને સામાન્ય બોલાચાલીએ મંગળવારે રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
પુત્રવધુ નિકિતાએ સાસુને લોખંડનો પાઇપ માથામાં ફટકા મારી રહેંસી નાખ્યા હતાં. સાસુ રેખાબહેનના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરી નિકિતાએ પુરાવાનો નાશ કરવાનો વિચાર કર્યો હતો. જો કે આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ સમગ્ર મામલે પોલિસે નિકિતાની અટકાયત કરી અને આગળની તપાસ હાથ ધરી છે.