///

નડિયાદના સિક્યુરિટી ગાર્ડની દિકરીએ જીત્યો મિસ યુનિવર્સનો ખિતાબ

સિક્યુરિટી ગાર્ડ પિતા અને શિક્ષિકા માતાની દીકરીએ પરિવારનું ગૌરવ વધાર્યું છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી બ્રેવશી રાજપુત ફિઝિયોથેરપિસ્ટની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ હવે સૌંદર્ય ક્ષેત્રે પણ પરિવાર અને ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે.

ડૉ. બ્રેવશી રાજપુતે મિસ યુનિવર્સ ગુજરાતની ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીત્યો છે. આ વચ્ચે મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020 માટે પણ નોમિનેટ થઇ છે.

નડિયાદની 23 વર્ષીય બ્રેવશી રાજપુતે ગુજરાત કક્ષાના મોડેલિંગ ટાઇટલની વિજેતા બની છે. રાજપુત મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ટાઇટલ માટે ઓનલાઇન ઓડિન આપ્યું હતું. આ કોમ્પિટિશનમાં ઓનલાઇન વોટિંગ દ્વારા તે વિજેતા જાહેર થઇ હતી. આ ઉપરાંત ઓનલાઇન વોટિંગમાં પણ તેણે સૌથી વધારે વોટ મેળવી મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરનું સબ ટાઇટલ મિસ પોપ્યુલર 2020 નો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

આ સ્પર્ધામાં વિજેતા થયા બાદ હવે તે દિલ્હીમાં યોજાનારી મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ની સ્પર્ધામાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. બ્રેવશીને આ સ્પર્ધામાં ઉતારવાનું કામ તેના માસીએ કર્યું હતું. તેના માસિએ બ્રેવશીના કેટલીત તસવીર મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ટાઇટલ માટે અપલોડ કર્યા હતાં. જેમાં તે સિલેક્ટ થતા તેણે આગળની તૈયારીઓ ચાલુ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.