//

ખંભાત તોફાન મામલે ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય

ખંભાતમાં ફાટી નીકળેલા તોફાનોને લઇને રાજ્યનું ગૃહ વિભાગ હરકતમાં આવી ગયું છે અને ખંભાતના અધિકારીની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી છે હાલ ખંભાતના અધિકારીની જગ્યાએ અમદાવાદ વેસ્ટ ટ્રાફિક DCPમાં ફરજ બજાવતા અજિત રાજીયણને આણંદ જિલ્લા પોલીસ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યાછે તો એન્ટી કરપશનમાં ફરજ બજાવતા ભારતી પંડ્યાને ખંભાત DYSP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તોફાની તત્વોની ડામવામાં નિસ્ફળ નીવડેલા આણંદ જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે ખંભાત DYSP રીમા મુન્શીને પણ વેઇટિંગમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે  એસ.પ.મકરંદ ચૌહાણ અને DYSP રીમા મુન્શીને ગુહ વિભાગે હાલ પૂર્ત વેઇટિંગ લિસ્ટમાં રાખી મુકેલ છે.

Leave a Reply

Your email address will not be published.