/

કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી સરકારને મળશે 750 ICU બેડ

દિલ્હીમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ નવા કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને પગલે ગઇકાલે રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટેસ્ટિંગ વધારવામાં આવશે. આટલું જ નહીં, કેન્દ્ર સરકાર દિલ્હીને 750 ICU બેડ પૂરા પાડશે.

આ બેઠક બાદ મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે, કોવિડ બેડ પુરતી સંખ્યા છે, પરંતુ ICU બેડ નથી રહ્યાં અને જેથી કેન્દ્ર 750 બેડ આપવા જઈ રહ્યું છે.

DRDO સેન્ટરમાં આ વધારાના ICU બેડ આપવામાં આવશે. આ સાથે જ પ્રતિદિન ટેસ્ટિંગની સંખ્યા હવે 1 લાખની કરવામાં આવશે. કેન્દ્ર દિલ્હી સરકારની BiPAR મશીન લેવામાં મદદ કરશે, જેથી ICU બેડ વધારી શકાય.

કોરોના પર સમીક્ષા બેઠક બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી ટ્વીટર પર આપી હતી. શાહે કહ્યું કે,

“દિલ્હીમાં RT-PCR ટેસ્ટને બેગણા વધારવામાં આવશે. જ્યાં કોરોના સંક્રમણનું સૌથી વધુ જોખમ છે, ત્યાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMRની મોબાઈલ ટેસ્ટિંગ વાનોને તૈનાત કરવામાં આવશે.

ઑક્સિજનની સુવિધા આપનાર બેડની ઉપલબ્ધતા વધારવા માટે છતરપુરના 10,000 બેડવાળા કોવિડ સેન્ટરને સશક્ત બનાવવામાં આવશે. MCDની કેટલીક હોસ્પિટલોને કોવિડ વોર્ડમાં બદલવામાં આવશે.

હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીઓના ટ્રેકિંગ રાખવા અને તાત્કાલીક મેડિકલ સુવિધાની જરૂરિયાત જણાવા પર તેમને તાત્કાલિક કોવિડ હોસ્પિટલોમાં શિફ્ટ કરવાની જરૂરિયાત પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ગંભીર કોરોના કેસમાં પ્લાઝમા ડોનેશન અને સંક્રમિત વ્યક્તિઓનો પ્લાઝમાં દેવા માટે પ્રોટોકોલ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દિલ્હીમાં વધુમાં વધુ લોકોના જીવ બચાવવા માટે કેન્દ્ર સરકાર દિલ્હીને ઑક્સિજન સિલિન્ડર, High Flow Nasal Cannula સહિત અન્ય તમામ જરૂરી સ્વાસ્થ્ય ઉપકરણો પૂરા પાડશે.

Leave a Reply

Your email address will not be published.