///

દિલ્હી હાઈકોર્ટે ઘાટ પર છઠ્ઠ પુજાની ઉજવણી કરવા પર પ્રતિબંધ લાદ્યો

દેશમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે, ત્યારે કોરોનાનો કહેર દિલ્હી પર વરસી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે દિલ્હી હાઇકોર્ટે દેશની રાજધાની દિલ્હીના ઘાટ પર છઠ્ઠ પુજા સમારોહનું આયોજન કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. આ અંગે હાઇકોર્ટે કહ્યું હતું કે, અરજીકર્તા દિલ્હીમાં કોરોનાની સ્થિતિથી અજ્ઞાત છે. હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે, કોઈપણ ધર્મના તહેવારની ઉજવણી કરવા માટે સૌથી પહેલા તમારે જીવતા રહેવું જરૂરી છે.

દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે છઠ પર્વની ઉજવણીને લઇને રાજકીય ઘમાસાણ મચી જવા પામ્યું છે. ભાજપે કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માગ્યો છે તો આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, સાર્વજનિક જગ્યાઓ પર ભીડ જમા થવાથી કોરોનાનો ખતરો વધી શકે તેમ છે. તો આ વચ્ચે સાર્વજનિક જગ્યાઓ પર છઠ પર્વની ઉજવણી કરવાની દિલ્હી સરકારે મનાઇ ફરમાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે કોઇપણ સાર્વજનિક સ્થાન પર છઠ પૂજાનું આયોજન ન કરવાના આદેશ આપ્યા છે. પરંતુ છઠ પૂજાનું આયોજન કરનારી સમિતીઓએ દિલ્હી સરકારના આ આદેશનો વિરોધ કર્યો હતો. ત્યારે આ તમામ ઘમાસાણ વચ્ચે આજે દિલ્હી હાઇકોર્ટે પણ છઠ પૂજાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

કોરોનાના વધતા જતા કેસને લઈને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ કહ્યું કે, ટૂંક સમયમાં 250 આઈસીયુ બેડની પહેલી બેચ કેન્દ્ર તરફથી પ્રાપ્ત થશે. દિલ્હીને કેન્દ્રમાંથી 750 આઈસીયુ બેડ મળશે. હાલમાં, દિલ્હીમાં 26 હજાર કોરોનાગ્રસ્ત લોકો હોમ આઇસોલેશનમાં છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના 16 હજાર બેડ છે. ભીડમાં જવાથી ચેપનો ભય વધુ છે.

Leave a Reply

Your email address will not be published.