///

દિલ્હી-નોઇડા બોર્ડર ખેડૂતોએ અંતે 12 દિવસ બાદ ખોલી

દિલ્હી-નોઇડા ચિલ્લા બોર્ડરને ખોલી દેવામાં આવી છે. તમામ બેરિકેડિંગ હટાવી દીધી છે. ચિલ્લા બોર્ડર 12 દિવસથી બંધ હતી.

ખેડૂતોએ રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. સહમતિ બનાવ્યા બાદ બોર્ડરને ખોલવામાં આવી છે. ધરણા પર બેઠેલા ખેડૂતોએ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. રક્ષા પ્રધાનના આવાસ પર 5 સભ્યની ટીમે મુલાકાત કરી હતી. બેઠકમાં કૃષિ પ્રધાન પણ હાજર હતાં. રક્ષા પ્રધાન સામે 18 સૂત્રીય માગોને રાખવામાં આવી હતી. મુખ્ય માગ ખેડૂત ગઠન આયોગની રહી. માગોમાં MSPનો ઉલ્લેખ નથી.

ખેડૂત આંદોલનને લઇને સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓ પર 16 ડિસેમ્બરના રોજ સુનાવણી થશે. CJI એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની બેંચ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી છે.

ખેડૂત નેતા ગુરૂનામ સિંહ ચારણીએ કહ્યું કે પંજાબથી આવનાર ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે. અમે સરકાર સાથે ખેડૂતોને દિલ્હી પહોંચવાની અનુમતિ આપવાની અપીલ કરીએ છીએ. જો સરકાર 19 ડિસેમ્બર પહેલાં અમારી માગોને સ્વિકારતી નથી, તો અમે તે દિવસે ગુરૂ તેજ બહાદુરના શહીદી દિવસથી ઉપવાસ શરૂ કરીશું.

નવા કૃષિ કાયદાના વિરોધમાં ગત 15 દિવસોથી દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર પર ધરણા આપી રહેલા હજારો ખેડૂતોએ પોતાનું આંદોલન તેજ કરવાની જાહેરાત કરી છે. શનિવારે સાંજે ખેડૂત નેતાએ 14 ડિસેમ્બરના રોજ ભૂખ હડતાલની જાહેરાત કરી છે.

ખેડૂત નેતાએ કહ્યું હતું કે અમારા ધરણા દિલ્હીના 4 સ્થળો પર ચાલી રહ્યા છે. રવિવારે રાજસ્થાન બોર્ડરથી હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ નિકાળશે અને દિલ્હી-જયપુર હાઇવે બંધ કરશે. 14 ડિસેમ્બરના રોજ ખેડૂત દેશની દરેક ડીસી ઓફિસની બહાર પ્રોટેસ્ટ કરશે. તેઓએ કહ્યું કે અમે અમારી માતાઓ-બહેનોને પણ આંદોલનમાં બોલાવી રહ્યા છીએ. તેમના માટે અહીં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખેડૂત નેતાએ કહ્યું કે સરકાર વિચારે છે કે કેસ લટકાવી દેવામાં આવે તો આ આંદોલન નબળુ પડુ જશે. પરંતુ તેમની ભૂલ છે. અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે. અમે કાયદો રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.

અમે સરકારને સ્પષ્ટ કહી દીધું છે. કાયદો રદ કરવો પડશે. ફેરફાર મંજૂર નથી. સરકાર કહી રહી છે કે આ કાયદો ખેડૂતોની ભલાઇ માટે છે. પરંતુ હકિકતમાં કાયદો, ટ્રેડર, કોર્પોરેટર ઘરાના માટે બનાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.