////

કોરોનાકાળમાં આ સેક્ટરમાં જોવા મળી સૌથી વધુ ડિમાન્ડ

વિશ્વ સહિત દેશમાં કોરોના મહામારીનો કહેર વધ્યો છે. જેના પગલે હાલમાં દેશ-વિદેશની કંપનીઓ કોરોનાની વેક્સિન બનાવવામાં લાગી ગઈ છે. ત્યારે કોરોનાકાળમાં ફાર્મા સેક્ટરની સૌથી વધુ ડિમાન્ડ છે. હાલ ફાર્મા સેક્ટરમાં તેજી જોવા મળી છે.

કોરોના વાઈરસના સમયગાળામાં ફાર્મા સેક્ટરની ભૂમિકા સામે આવી છે. તો સાથે સાથે દેશની ભૂમિકા વધુ ચર્ચામાં રહી છે. જેનું કારણ એ છે કે, દેશ દુનિયાના 200 દેશોને દવા પૂરી પાડે છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધીમાં દેશની ફાર્મા સેક્ટરમાં નિકાસ 15 ટકા વધી છે. વિશ્વમાં દેશની દવાની ડિમાન્ડ વધી છે.

દેશમાં આત્મનિર્ભર યોજનાને ફાર્મા સેક્ટરમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. ભારત સરકારે પ્રોડક્શન લિન્કેડ ઇન્સેન્ટીવ સ્કીમ લોન્ચ કરી API પાર્ક બનાવવાની સરકારે યોજના જાહેર કરી છે. જેમાં પ્રથમ તબક્કામાં 10 કરોડ અને બીજા તબક્કામાં 15 હજાર કરોડની સ્કીમ જાહેર કરવામાં આવી છે.

જેમાં ત્રણ API પાર્કની સામે દેશના આઠ રાજ્યોએ API પાર્ક સ્થાપવા માટે પહેલ કરી છે. દેશ 68 ટકા API આયાત કરતું હતું, જેમાં મોટાભાગનું ચીન અને યુરોપથી થતું હતુ. API પાર્કમાં પ્રોડક્શન શરુ થતાં દેશની 70 થી 80 ટકા APIની આયાત ઘટી જશે.

Leave a Reply

Your email address will not be published.