///

નાયબ મુખ્યપ્રધાને કહ્યું કોરોના ફરી એકવાર કાબુમાં, 50 ટકાથી વધારે બેડ ખાલી

ગઇકાલે શનિવારે નગરપાલિકાના એક કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાને કોરોના સંક્રમણને લઈને મોટું નિવેદન આપ્યું હતું. નાયબ મુખ્યપ્રધાને ખાસ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં હાલ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દિવાળીના તહેવારમાં લોકોએ જે બેદરકારી દાખવી હતી જેના પગલે કોરોનાની સ્થિતિમાં વધારો થયો હતો. ત્યારબાદ સતત કોરોનાના કેસ વધ્યા હતાં. જેના પગલે સરકાર દ્વારા હોસ્પિટલમાં બેડ વધારવાની તજવીજ હાથ કરવી પડી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. હોસ્પિટલમાં બેડ ભલે વધાર્યા હોય. પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં 50 % બેડ ખાલી પડ્યાં છે. કોરોનાની અસર ઘટી છે અને કેસ પણ ઘટી રહ્યા છે. હવે વધુ બેડની જરૂર નહીં સર્જાય.

આજે કોરોનાનો કહેર વધ્યો છે અને વેકસીન વિના છૂટકો નથી, તેવામાં વેક્સીન ભારતમાં તૈયાર થાય અને તે વેક્સીન આયોજન બંધ લોકોને મળી રહે તે માટે ખાસ આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેવુ નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાને નિવેદન મહેસાણામાં આપ્યું હતું. વેકસીન માટે ગુજરાત સરકાર તરફથી તમામ તૈયારી કરી દેવાઈ હોવાનો સુર આરોગ્ય પ્રધાને આપ્યો હતો. જેમાં સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન અને વેકસીન આપનાર કર્મચારીઓને તાલીમની કામગીરી પૂર્ણ થયાનું જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 50થી વધુ ઉંમરના લોકોનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. જે ટૂંક સમયમાં તૈયાર થશે અને 50થી નીચેના ગંભીર બીમારી વાળા લોકોનું લિસ્ટ પણ તેમાં જોડીને વેક્સીન આપવાની તજવીજ કરવામાં આવશે. એક સપ્તાહમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન બંધ કામ કરાઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય, પોલીસ અને 50થી વધુ ઉંમરના વ્યક્તિઓને વેકસીન આપવામાં આવશે તેવી માહિતી આપી હતી. ત્યારબાદ અન્ય લોકોને વેક્સીન જેમ જેમ મળશે તેમ આપવામાં આવશે તેવી જાહેરાત આરોગ્ય પ્રધાને કરી હતી.

Leave a Reply

Your email address will not be published.