/

અસમંજસતાનો અંત : નાયબ મુખ્યપ્રધાને કહ્યું વિકેન્ડ કરર્ફ્યુ અંગેની કોઇ જ વિચારણા નથી, અફવાઓમાં ન આવવુ

રાજ્યના ચાર મહાનગરમાં હાલ રાત્રિ કરર્ફ્યુ છે. જેને યથાવત્ત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ તકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડના દિવસે કરર્ફ્યુ લાદવાના અહેવાલો કેટલાક માધ્યમોમાં ચાલી રહ્યા છે. જે તદ્દન પાયાવિહોણા છે. હાલમાં દિવસનો કરર્ફ્યુ લાદવાની કોઇ જ શક્યતા નથી.

રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગનું પણ વિચારવું પડે તેવી સ્થિતી છે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ જ અફવામાં તમારે ન આવવું જોઇએ. રાજ્યમાં કોરોનાની વિપરિત થઇ રહેલી સ્થિતીને જોતા સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કરર્ફ્યુ લાદવા અંગે વિચારણા ચાલી રહી હોવાની વાત તદ્દન પાયાવિહોણી છે.

મુખ્યપ્રધાને અગાઉ વડાપ્રધાન સાથેની કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યામાં 55,000 કરાઇ છે, જેમાંથી 82 ટકા એટલે કે 45 હજાર બેડ ખાલી છે. કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે ધન્વંતરી રથની સંખ્યા વધારીને 1700 કરાઇ છે. અમદાવાદ શહેરમાં 125થી વધુ કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ ટેસ્ટ થયા છે, જ્યારે રાજ્યમાં રોજનાં 70 હજાર આસપાસ ટેસ્ટ થઇ રહ્યા છે. લગ્નો અને જાહેર સમારંભોમાં પણ લોકોની સંખ્યા ઘટાડીને હવે 100 કરી દેવામાં આવી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.