વિધાનસભાની આઠ બેઠક પર હાલમાં જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. તેવામાં બંનં પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. જેમાં આજરોજ ભાજપના સ્ટાર પ્રચારક નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કરજણ ખાતે સભા સંબોધશે.
વિધાનસભાની પેટાચૂંટણીમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં લખપતના દયાપરમાં અને નખત્રાણામાં સભાને સંબોધન કરશે. જ્યારે કેન્દ્રીયપ્રધાન પરસોતમ રૂપાલા કરજણ વિધાનસભા ક્ષેત્રમાં વડોદરાના પોર અને શિનોરના સાધલીમાં જાહેરસભાને સંબોધન કરશે.