///

બિહારમાં ડેપ્યુટી CM માટે કામેશ્વર ચૌપાલના નામની ચર્ચાએ જોર પકડ્યું

બિહારમાં NDAની જીત બાદ નાયબ મુખ્યપ્રધાનના પદને લઈને ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધી બિહાર ભાજપના મોટા ચહેરા તરીકે સુશીલકુમાર મોદી રાજ્યના ડેપ્યુટી CM હતા, પરંતુ હવે એવી અટકળો થઈ રહી છે કે, સુશીલ મોદીની ખુરશી જઈ શકે છે. નવી સરકારમાં અનેક પરિવર્તનો જોવા મળી શકે છે. જેમાં સુશીલ મોદીની ખુરશીને ખતરો છે તેમજ પાર્ટીના નેતા કામેશ્વર ચૌપાલન નાયબ મુખ્યપ્રધાનનું પદ સંભાળી શકે છે. ત્યારે કામેશ્વર ચૌપાલનું કહેવું છે કે, હું પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટી જે પણ જવાબદારી સોંપશે, તેનો મને સ્વીકાર છે.

સુપૌલ જિલ્લામાં રહેતા કામેશ્વર ચૌપાલ વિશે કહેવામાં આવે છે કે, મધૂબનીમાં અભ્યાસના દિવસો દરમિયાન તેઓ સંઘના સંપર્કમાં આવ્યા હતા. હકીકતમાં જે શિક્ષણના હાથ નીચે કામેશ્વર ચૌપાલ ભણતા હતા, તેઓ ખુદ સંઘના કાર્યકર્તા હતા. પોતાના શિક્ષક થકી જ તેઓ સંઘના સંપર્કમાં આવ્યા હતા. સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ સંઘની સેવામાં લાગી ગયા અને તેમની લગનને જોતા સંઘે તેમને મધુબની જિલ્લાના પ્રચારક બનાવી દીધા હતા.

તો બીજી બાજુ કામેશ્વર ચૌપાલની સૌથી મોટી ઓળખ એ પણ છે કે, જ્યારે 90ના દાયકામાં રામ મંદિરને લઈને આંદોલન ચાલી રહ્યું હતુ, ત્યારે કામેશ્વર ચૌપાલ ઘણાં જ સક્રિય રહ્યાં હતા. RSSએ તેમને પ્રથમ કાર્યસેવક તરીકેનો દરજ્જો આપ્યો છે. આ દરજ્જો તેમને ખાસ કામના કારણે મળ્યું હતું. વર્ષ 1989ના રામ મંદિર આંદોલનના સમયે થયેલા શિલાન્યાસમાં કામેશ્વર ચૌપાલે જ રામ મંદિરની પ્રથમ ઈંટ મૂકી હતી.

આ ઉપરાંત કામેશ્વર ચૌપાલ દિવગંત નેતા રામવિલાસ પાસવાન વિરુદ્ધ એક સમયે ચૂંટણી લડી ચૂક્યાં છે. વર્ષ 1991માં તેમણે રામવિલાસ પાસવાન વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતર્યાં હતા. જો કે આ ચૂંટણીમાં કામેશ્વર ચૌપાલને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન વર્ષ 2014માં પાર્ટીએ તેમને સુપૌલ લોકસભાના ઉમેદવાર બનાવ્યા. જો કે તેઓ પોતાના ગૃહ જિલ્લા સુપૌલમાં પણ ચૂંટણી હારી ગયા, પરંતુ ભાજપના ઉમેદવાર તરીકે તેમણે 2,49,000 મત પ્રાપ્ત કર્યા અને ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું.

Leave a Reply

Your email address will not be published.