///

અમેરિકામાં ચાલુ ફ્લાઇટનો દરવાજો ખોલી બે મુસાફરે કર્યું કંઈક આવું…

અમેરિકામાં ચાલુ ફ્લાઇટનો દરવાજો ખોલીને અચાનક બે લોકોના બહાર નીકળી જવાની ઘટના સામે આવી છે. આ અંગે ડેલ્ટા એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિમાન જ્યારે ઉડાન ભરવા માટે રન વે તરફ વધી રહ્યુ હતું. આ દરમિયાન ઇમરજન્સી ગેટ ખોલીને સ્લાઇડર એક્ટિવેટ કરી બે લોકો બહાર નીકળ્યા હતા.

આ ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, આ ઘટના ન્યૂયોર્કથી અટલાન્ટા માટે ઉડાન ભરનારી ફ્લાઇટમાં બની હતી. આ ઘટનાને અંજામ આપનારા 31 વર્ષના એન્ટોનિયો મર્ડોક અને 23 વર્ષના બ્રિઅના ગ્રેસો સાથે એક ડોગી પણ ફ્લાઇટમાંથી બહાર નીકળ્યો હતો. ત્યારે પોલીસે બન્ને મુસાફરોની ધરપકડ કરી છે.

આ બન્ને મુસાફર ફ્લોરિડાના છે. અચાનક ઇમરજન્સી ગેટ ખોલીને બહાર નીકળતા પહેલા મુસાફરોએ કેટલીક વખત પ્લેનમાં સીટ્સની અદલા બદલી પણ કરી હતી. રિપોર્ટ અનુસાર એન્ટોનિયા મર્ડોકે દાવો કર્યો હતો કે, તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો સામનો કરી રહ્યો છે.

આ ઘટના બાદ તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમણે બીજી ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા હતા. જોનસન નામના મુસાફરે જણાવ્યું હતું કે, તેમણે કપલ સાથે પોતાની સીટ બદલી હતી. આ દરમિયાન એન્ટોનિયો મર્ડોક નામના મુસાફર આરામથી વાત કરી રહ્યો હતો અને તેમણે કોઇ પ્રકારનો શક થયો નહતો.

પોલીસે ઇમરજન્સી ગેટ ખોલનારા એન્ટોનિયો મર્ડોક પર ગુનાહિત ગતિવિધિ અને ખતરો ઉભો કરવાના આરોપ લગાવ્યા છે. જ્યારે મહિલા મુસાફર પર અનધિકાર પ્રવેશના આરોપ લગાવવામાં આવ્યા છે. બન્નેને બાદમાં પોલીસે છોડી દીધા હતા અને તેમની પર કેસ દાખલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.