////

EDએ સુરતના પૂર્વ IT અધિકારીની 2.70 કરોડની સંપત્તી ટાંચમા લીધી

શહેરના જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાનું મની લોન્ડરિંગ કરાયાનો આરોપ લગાવનાર પુર્વ આઇટી અધિકારી પીવીએસ શર્મા પર EDએ સકંજો કસ્યો છે. સુરત ભાજપ શહેર ઉપપ્રમુખનો અને નિવૃત IT અધિકારી પીવીએસ શર્માની સામે તપાસ ચાલી રહી છે. જેના અનુસંધાને ઇડી દ્વારા ફ્લેટ, દુકાન અને એફડી સહિતની 2.70 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સંકેત મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પીવીએસ શર્માએ અગાઉ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત તેણે અનેક ચોંકાવનારા દાવાઓ કર્યા બાદ આઇટીએ તેના ઘરે દરોડા પાડ્યા ત્યારે તે પોતે રસ્તા પર ધરણા પર બેસી ગયા હતાં. જેના કારણે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પીવીએસ શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઇપીસીની કલમ 120 (બી), 420,471,468 અને 465 અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પીવીએસ શર્માની પહેલા દિવસની તપાસમાં જ તેની 10 બેનામી મિલ્કતો સામે આવી હતી. જે 40-50 કરોડ રૂપિયાની કિંમતની હતી. આ ઉપરાંત મુંબઇની એક કંપનીમાં તેઓ મહિને દોઢ લાખ રૂપિયાનો પગાર મેળવતા હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત તેઓ 90 લાખ રૂપિયાનું કમિશન પણ લઇ ચુક્યાં હોવાનું સામે આવ્યું હતું. જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ તેની અનેક સંપત્તી સામે આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.