////

NRI ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચે કેન્દ્ર સરકારને મોકલ્યો પ્રસ્તાવ

ચૂંટણીપંચ દ્વારા બિનનિવાસી ભારતીયો પોસ્ટલ બેલટના માધ્યમ દ્વારા ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ એક એવું કદમ છે, જેને કંડક્ટ ઓફ ઇલેક્શન રુલ્સ 1,961ના સંશોધનના માધ્યમથી લાગુ કરી શકાય છે. તેના માટે સંસદની મંજૂરીની પણ જરૂર નહીં પડે.

ચૂંટણીપંચે છેલ્લા એક અઠવાડિયામાં કાયદા મંત્રાલયને જણાવ્યું હતું કે, આગામી વર્ષે યોજાનારી અસમ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી દ્વારા NRI મતદાતાઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રેષિત પોસ્ટલ બેટલ સિસ્ટમનો વિસ્તાર કરવા માટે ટેકનિકલ રીતે વહીવટી અને ટેકનિકલ સ્વરૂપમાં પંચ તૈયાર છે. હાલમાં વિદેશમાં રહેતા ભારતીય મતદારો ફક્ત સંલગ્ન મતવિસ્તારોમાં જ પોતાનો મત નાખી શકે છે.

તો અહેવાલ મુજબ વિદેશમાં રહેતા ભારતીયોની સંખ્યા એક કરોડ ઉપર છે. તેમાથી લગભગ 60 લાખ જેટલા લોકો મતદાનને પાત્ર હોઈ શકે છે. આ ઇટીપીબીએસ હાલમાં ફક્ત સર્વિસ મતદાતાઓ માટે જ ઉપલબ્ધ છે. આ પ્રણાલી હેઠળ પોસ્ટલ મતપત્રોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં મોકલવામાં આવે છે અને સાધારણ મેઇલના માધ્યમથી પરત કરવામાં આવે છે.

સાથે જ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વિદેશમાં રહેતા NRIને આ સગવડ પૂરી પાડવા માટે ફક્ત કંડક્ટ ઓફ ઇલેક્શન્સ રુલ્સ 1,961માં સંશોધન કરવાની જરૂર છે. આ માટે સંસદની મંજૂરીની જરૂર નહીં હોય. ચૂંટણીપંચના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, પોસ્ટલ બેલટ દ્વારા મતદાન કરવા ઇચ્છુક કોઈપણ NRIને ચૂંટણીની સૂચના પછી ઓછામાં ઓછા પાંચ દિવસમાં રિટર્નિંગ ઓફિસરને જણાવવું પડશે.

ત્યારે જો સરકાર ચૂંટણીપંચના આ પ્રસ્તાવને મંજૂરી આપે છે તો આગામી વર્ષે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલટ દ્વારા મત આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published.