//

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કર્મચારી બન્યો મસીહા, સાત દર્દીને બચાવ્યા

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે 12 કલાક આસપાસ આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતાં. ત્યારે આગ લાગી હતી તે દરમિયાન એક કર્મચારી દર્દીઓનો મસીહા બનીને આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ઉદય કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા અજય વાઘેલા નામના કર્મચારીએ આગ લાગતા બહાદુરીનું કામ કર્યું હતું. ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતાં અજય વાઘેલા નામના હોસ્પિટલના એક કર્મચારીએ કોવિડના સાત દર્દીને વારાફરતી ખભા પર ઊંચકી અગાસી પર ખસેડ્યાં હતાં.

ફાયર વિભાગની ઝહેમત બાદ આગ કાબુમાં આવતા આ તમામ 7 દર્દીઓને ગોકુલ હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતાં. જ્યાં તમામની વધુ સારવાર ચાલી રહી છે. પંરતુ આ આગની ઘટનામાં મસીહા બનીને આવેલા આઅ કર્મચારીઓને અધિકારીઓએ પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.