દેશના વડાપ્રધાન નરેન્દ્વ મોદી તેમજ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા સાથે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ કાર્યકમ કેમ છો ટ્રમ્પનાં નામથી યોજાવવાનો હતો. પરંતુ અહેવાલ મુજબ રાજય સરકારે આ કાર્યકમ નમસ્તે પ્રેસિડન્ટ ટ્રમ્પનાં નામથી યોજવામાં આવશે.

ટ્રમ્પ મોદીનાં મનોરંજન માટે કયાં ગાયકો આવશે?
ટ્રમ્પ અને મોદીનાં મનોરંજન માટે બોલિવુડનાં ગાયક કલાકારો એ.આર.રહેમાનની સાથે સોનુ નિગમ અને શાનને મોટેરા સ્ટેડિયમમાં બોલાવવા માટેનું આયોજન કરાવવામાં આવ્યુ છે.
કયાં કિકેટરો મોટેરા સ્ટેડિયમનાં મહેમાન બનશે.
માટેરા સ્ટેડિયમમાં લોકાર્પણમાં ભારતમાં પૂર્વ કેપ્ટન અને બીસીસીએલના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી તેમજ સચિન તેડુલકર, પાર્થિવ પટેલ, જસપ્રીત બુમરાહને આમંત્રણ આપ્યુ છે. જેમાં આ કિકેટરો મોદી-ટ્રમ્પ સાથે હાજર રહેશે.

ટ્રમ્પ અને મોદીનું ગુજરાત પ્રવાસનું આયોજન
૨૪ ફેબ્રુઆરીએ સોમવારે સવારે ૧૧ઃ૫૫ કલાકે એરપોર્ટ પહોંચશે. બાદમાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થશે. એરપોર્ટથી આ મહાનુભાવો સાબરમતી આશ્રમ જશે. જયાં નરેન્દ્વ મોદી તેમના ગાઇડ બનીને ભવ્ય વારસાનું તેમજ સાંસ્કૃતિક માહિતી આપશે. સાબરમતી આશ્રમ તેઓ ૨૫ મિનિટ રહેશે. ત્યાંથી બપોરે ૧.૧૫ વાગ્યે મોટેરા આશ્રમ પહોંચશે. જયાં મોદી-ટ્રમ્પનું ભાષણ ભાષણ થશે. તેમજ સ્ટેડિયમનું ઉદ્વધાટન કરશે. બપોરે ૩.૩૦ વાગ્યે ટ્રમ્પ-મોદી દિલ્હી જવા રવાના થશે.