////

જામનગરની દષ્ટિએ અનોખુ સમાજમાં ઉદાહરણ પુરુ પાડયુ ધોડે સવાર બની લગ્ન મંડપમાં પહોંચી

આજ-કાલ યુવક-યુવતીઓ પોતાનાં લગ્રમાં રજવાડી સ્ટાઇલમાં જુના હિન્દુ વારસા પ્રમાણે લગ્ન કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જયારે જામનગરમાં કન્યા ધોડા પર સવાર થઇને પોતાના લગ્ન માં પહોંચી હતી. જેને લઇને લોકોમાં આકર્ષણ ઉભુ થયુ હતું. આ ધોડેસવાર કન્યાને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતાં. હિન્દુ સંસ્કૃતિનાં રીતી-રિવાજ મુજબ વરરાજા ધોડેસવારી કરીને લગ્ન મંડપમાં પહોંચતા હોય છે. ત્યારે જામનગરમાં અનોખી યુવતી સામે આવી છે. જામનગરની યુવતી પોતાના લગ્નમાં ધોડા પર સવાર થઇને લગ્ન મંડપમાં પહોંચી હતી.

જેને લઇને લોકોમાં કુતુહલતા જોવા મળી હતી. લગ્ર પ્રસંગમાં અત્યાર સુધીતો વરરાજા ધોડા પર સવાર થઇને જાનૈયા સાથે જાન લઇને આવતા હોય છે.જામનગરના શંકરટેકરી વિસ્તારમાં બીએસસી સુધી અભ્યાસ કરેલી યુવતી પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે દષ્ટિ જાદવ નામની યુવતીએ  ધોડા પર સવાર થઇને પોતાના લગ્નનાં માંડવે આવી હતી. છેલ્લા ધણા સમયથી દલિતોને ધોડા પર સવાર થઇને જાન લઇ જવા બાબતે વિરોધનો સામનો કરવો પડે છે. ત્યારે દષ્ટિ જાદવે અલગ અને અનોખુ ઉદાહરણ સમાજમાં પુરુ પાડયુ હતું. જેમાં જામનગરવાસીઓએ આ યુવતીની પ્રશંસા કરી હતી. 

Leave a Reply

Your email address will not be published.