///

Farmers Protest: આજે તમામ વિરોધ સ્થળ પર 24 કલાક ભૂખ હડતાળ પર ઉતરશે ખેડૂત

દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન સતત 26માં દિવસે પણ યથાવત છે. તો યૂપી ગેટ પર ખેડૂત ધરણા પર બેઠા છે. યૂપી ગેટ પર 28 નવેમ્બરથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સામેલ ખેડૂતોને સંબોધિત કરતા ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂત હલ કાઢવા માટે યૂપી ગેટ પર આવ્યા છે, હવે હલ કાઢી અહીંથી જશું.

ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂત દિવસ 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, હું લોકોને તે દિવસે ભોજન છોડવાનો આગ્રહ કરીશ.

સ્વરાજ ભારતના પ્રમુખ યોગેન્દ્ર યાદવે કહ્યું કે, અમે કાલથી તમામ વિરોધ સ્થળો પર 24 કલાકની ભૂખ હડતાળ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતીય ખેડૂત યુનિયનના નેતા જગજીત સિંહ દલેવાલાએ કહ્યું કે, અમે 25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી હરિયાણામાં ટોલ પ્લાઝા ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. 27 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીના મન કી બાત દરમિયાન અમે બધાને અપીલ કરીશું કે કાર્યક્રમ દરમિયાન જ્યારે તેઓ બોલે, ત્યાં સુધી ઘરોમાં થાળી વગાડવામાં આવે. ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, કિસાન દિવસ 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. હું તે દિવસે લોકોને ભોજન છોડવાનો આગ્રહ કરીશ.

તો રવિવારની સાંજે ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને મળવા માટે કૃષિ ભવન પહોંચ્યુ હતું. આ પહેલા પણ ઘણા તબક્કામાં કિસાનોની કૃષિ પ્રધાન સાથે વાતચીત થઈ ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.