///

ખેડૂતોના પ્રદર્શનનો ચોથો દિવસ : વ્યૂહરચના અંગે ચર્ચા કરવા ખેડૂત પ્રતિદિન બેઠક કરશે

દેશના બંને ગૃહ રાજ્યસભા અને લોકસભામાંથી પસાર થયેલા કૃષિ કાયદા બિલ વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે ચોથો દિવસ છે.

દિલ્હીમાં ખેડૂતોના આક્રોશને ધ્યાને રાખીને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે સાંજે ખેડૂતોને પ્રદર્શન ખતમ કરવા અપીલ કરી હતી.

આ તકે સિંધુ સીમા પર ભારતીય કિસાન યૂનિયનની પંજાબ એકમના અધ્યક્ષ જગજીત સિંહે કહ્યું કે, ગૃહ પ્રધાન અમિત શાહે એક શરત પર જલ્દી મળવાનું આહ્વાન કર્યું છે, તે સારૂં નથી. તેમણે કહ્યું કે, ગૃહપ્રધાન અમિત શાહે વગર કોઇ શરતે ખુલ્લા દિલથી વાતચીત કરવાની રજૂઆત કરવી જોઇએ. અમે અમારી પ્રતિક્રિયા નક્કી કરવા માટે સવારે બેઠક કરીશું.

તે દરમિયાન ખેડૂતોએ નિર્ણય લીધો છે કે ગૃહ પ્રધાન શાહની અપીલને ધ્યાનમાં રાખીને તેઓ સરહદ પર મળશે. જોકે, ખેડુતો વિરોધ ચાલુ રાખશે. એ નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે, વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે ખેડૂતો રોજ સવારે 11 કલાકે બેઠક કરશે.

હરિયાણામાં ભારતીય ખેડૂત સંઘના પ્રમુખ ગુરનમસિંહ ચડુની અને અન્ય લોકો સામે કરનાલમાં બે કેસ નોંધાયા છે. જેમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આ મામલે કરનાલ ડીએસપીએ જણાવ્યું હતું કે, કરનાલના સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા છે. વિરોધ દરમિયાન માર્ગદર્શિકાના ભંગ અંગે કેસ નોંધવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.