///

ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, અરજી દાખલ કરી સુનાવણીની કરી માગ

કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા 3 નવા કૃષિ કાયદાની વિરુદ્ધ હજુ પણ ખેડૂત અને સરકાર આમને સામને છે. એક તરફ જ્યાં ખેડૂત એક વાતને લઈને અડગ છે કે સરકાર કાયદો પરત લે ત્યારે સરકારનું કહેવું છે કાયદો પરત લેવામાં નહીં આવે. પરંતુ સંશોધન જરુર કરશે. કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે ફરી ચર્ચા જાહેર કરવાની વાત કરી છે. ત્યારે ભારતીય ખેડૂત યુનિયને ત્રણ વિવાદીત કાયદાને હવે સુપ્રિમ કોર્ટમાં પડકારી છે.

કૃષિ કાયદો આ ક્ષેત્રને ખાનગીકરણ તરફ ધકેલી દેશે તે દરમિયાન ભારતીય ખેડૂત યુનિયને 3 વિવાદિત કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની વાટ પકડી છે. આ અરજી દાખલ કરી યુનિયને 3 કૃષિ બિલોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કૃષિ કાયદા સાથે જોડાયેલી જુની અરજીઓ પર સુનાવણી થાય. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કૃષિ કાયદો આ ક્ષેત્રને ખાનગીકરણ તરફ ધકેલી દેશે.

આ તકે ખેડૂતોએ ગઇકાલે ગુરુવારે કહ્યું હતું કે જો તેમની માગ નહીં માનવામાં આવે તો રેલ પાટાઓ પર અવરોધ ઉભો કરશે અને તેને લઈને જલ્દી તારીખનું એલાન કરશે. સિંધુ બોર્ડર પર મીડિયા સાથે વાત કરતા ખેડૂત સંઘે કહ્યું કે તે વિરોધ પ્રદર્શનને ઝડપી બનાવશે અને રાજધાનીની અંદર આવનારા તમામ માર્ગોને જામ કરવાનું શરુ કરશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પ્રવેશ રોક્યા બાદ લગભગ 2 અઠવાડીયાથી ખેડૂતો સિંઘૂ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે.

આ વચ્ચે કૃષિ પ્રધાને અપીલ પર ખેડૂતોનું કહેવું છે કે તેઓ આ કાયદાઓને રદ્દ કરાવીને જ ઝંપશે, તેનાથી ઓછું કશું જ તેમણે નથી જોઈતું. તેમણે કહ્યું કે સરકાર વારંવાર કહે છે કે કાયદો ખેડૂતોના ફાયદામાં છે. પરંતુ કાયદાના વિરોધના સવાલોના જવાબ આપવાથી બચી રહી છે. ઉલ્લેખનીય છે કે તેમણે કહ્યું હતું કે આ બાબતે 12 થી 14 ડિસેમ્બર સુધી દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેની સાથે રેલ્વે ટ્રેક પણ બંધ કરવામાં આવશે.

ભારતીય ખેડૂત સંઘના નેતા રાકેશ ટિકાતે કૃષિ કાયદાના મુદ્દે એક અલગ દલીલ કરી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે જો કેન્દ્ર 15માંથી અમારી 12 માંગણીઓ માટે સંમત થઈ રહ્યું છે, તો તેનો અર્થ એ છે કે પાસ કરેલા બિલ યોગ્ય નથી, તો પછી શા માટે તેનો નિકાલ લાગુ કરવું જોઇએ. અમે MSP પર કાયદાની માગ કરી હતી. પરંતુ તેઓ વટહુકમ દ્વારા 3 બિલ લાવ્યા હતાં. જ્યાં સુધી અમારી માગ પુરી નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ શાંતિપૂર્ણ રીતે કરતાં રહીશું. હવે કોઈ વાતચીત નહીં થાય.

ઉલ્લેખનીય છે કે સરકારે ખેડૂતોને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા છતાં તે માનવા તૈયાર નથી. હવે સરકારે તેમના પર ફરિયાદ દાખલ કરવાનું શરુ કર્યું છે. ખેડૂત 29 નવેમ્બરે લામપુર બોર્ડરથી જબરજસ્તી દિલ્હીની સીમામાં ઘૂસી ગયા હતાં અને સિંઘુ બોર્ડરની રેડ લાઈટ પર બેસી ગયા હતાં. તે રોડ બ્લોક કરવા બેઠા છે. ખેડૂતોની વિરુદ્ધ એફઆઈઆર 7 ડિસેમ્બરના રોજ અલીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.