///

Farmers Protest: ખેડૂતોએ ફરી એકવાર ટકોર કરી કહ્યું- જ્યાં સુધી કાયદો પરત લેશે નહીં ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે

આજે 29માં દિવસે પણ ખેડૂતોનું આંદોલન યથાવત છે. ફરી એકવાર વાતચીતનો પ્રયત્ન ફેલ થઇ ગયો છે. ખેડૂતોએ સરકારના નવા કૃષિ કાયદામાં ફેરફારના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. સરકાર કહી રહી છે કે તે કાયદાને પરત લેશે નહી તો ખેડૂત પોતાની માગ પર અડગ છે. ખેડૂતોએ ફરી એકવાર કહ્યું કે સરકાર જ્યાં સુધી કાયદો પરત લેશે નહી ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ નિર્ણય સિંધુ બોર્ડર પર 40 ખેડૂત સંગઠનોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સિંધુ બોર્ડર પર ‘સંયુક્ત ખેડૂત મોરચા’ હેઠળ તમામ સંગઠનો વચ્ચે ચાલી રહેલી લાંબી બેઠક બાદ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે કહ્યું કે જાણી જોઇને સરકાર આ મુદ્દો લટકાવવા માગે છે અને ખેડૂતોનું મનોબળ તોડવા માગે છે. પરંતુ અમે ફેરફાર માટે તૈયાર નથી. તેમણે સરકારને ચેતાવણી આપતાં કહ્યું કે સરકાર આગ સાથે રમી રહી છે તેના પરિણામ જોવા મળી શકે છે. તો બીજી તરફ ખેડૂત નેતા શિવકુમારે કહ્યું કે આ કાયદામાં સૌથી મોટી સમસ્યા એ છે કે સરકાર કોર્પોરેટને ખેતીમાં પ્રવેશ કરાવવા માગે છે.

આ કાયદો અમેરિકામાં લાગૂ થયો ત્યાં ખેતી 2 ટકા રહી ગઇ. ખેડૂત આત્મહત્યા કરી રહ્યાં છે. તેમણે દાવો કર્યો કે અત્યાર સુધીની બેઠકોમાં એમએસપી (MSP) પર કોઇ ચર્ચા થઇ શકી નથી. તેમણે વાતચીત માટે સરકારને સારો માહોલ બનાવવાની સલાહ આપી છે.

યોગેન્દ્ર યાદવે કહ્યું કે સરકારના પ્રસ્તાવને નકારવાનો નિર્ણય સંયુક્ત કિસાન મોરચાના તમામ સંગઠનો વચ્ચે લાંબી બેઠકમાં લેવામાં આવ્યો છે. તેમણે સરકાર દ્વારા મોકલવામાં આવેલા 20 તારીખના પત્રનો જવાબ વાંચી સંભળાવ્યો. ભારત સરકારના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલ દ્વારા ખેડૂતોના ગત જવાબને અસ્પષ્ટ ગણાવતાં તેમણે જવાબ આપ્યો કે જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે તે સર્વ સંમત્તિથી લેવામાં આવ્યો છે. તેના પર સવાલ ઉઠાવવા ખોટું છે. તેમણે સરકારના પત્રને ખેડૂત આંદોલનને બદનામ કરવાનો પ્રયત્ન ગણાવ્યો. તેમણે કહ્યું કે સરકાર કથિત ખેડૂત નેતાઓ સાથે વાત કરીને આંદોલનને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

કિસાન નેતા હનન મોલ્લાહે કહ્યું કે અમે સમસ્યાનું સમાધાન ઇચ્છીએ છીએ. પરંતુ સરકાર અમારી સાથે દગો કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર વિચારે છે કે ખેડૂત થાકી જશે અને આંદોલન ખતમ થઇ જશે. પરંતુ એવું થશે નહી. આ આંદોલન ફક્ત પંજાબ, હરિયાણાના ખેડૂતોનું નહી પરંતુ આખા દેશના ખેડૂતોનું આંદોલન છે. 29 તારીખના રોજ પટના અને ચેન્નઇમાં રેલી થશે. ગુરૂવારે મહારાષ્ટ્રમાં અદાણી અને અંબાણીના સામાનને બાયકોટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આંદોલન અદાણી અંબાણીની લૂંટ વિરૂદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published.