નવા કૃષિ કાયદાના સમર્થન અને વિરોધમાં સાથ મેળવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર જ્યાં દરરોજ એવા કિસાન સંગઠનોને મળી રહી છે જે કાયદાનું સમર્થન કરી રહ્યાં છે. તો આંદોલનકારી ખેડૂત સંગઠનોના સમર્થનમાં પણ કમી નથી. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સરકાર હજુ પણ પ્રદર્શન કરી રહેલા યૂનિયનો સાથે વિવાદના તમામ મુદ્દા પર ચર્ચા જારી રાખવા ઈચ્છુક છે. ખેડૂત યૂનિયનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર નિર્ણય બુધવાર સુધી ટાળી દીધો છે. ખેડૂત ત્રણેય કાયદાને પરત લેવાની માગ પર અડિગ છે.
બીજી તરફ રાહુલની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા તથા સાંસદ 24 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બે કરોડ હસ્તાક્ષરો સાથે મેમોરેન્ડમ સોંપશે જેમાં કેન્દ્રીય કૃષિ કાયદાને રદ્દ કરવાની વિનંતી કરવામાં આવશે.
Around 2 crore signatures from across India, urging the withdrawal of the three farm laws have been collected. It will be submitted to the President of India by a delegation of Congress leaders led by Rahul Gandhi on 24th Dec: Congress leader KC Venugopal
— ANI (@ANI) December 22, 2020
(file pic) pic.twitter.com/htrQjE7aZI
મંગળવારે કૃષિ પ્રધાને કેટલાક ખેડૂત સંગઠનના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તોમરે મંગળવારે કહ્યું કે, ઘણા ખેડૂત યૂનિયનોના લોકોએ કોઈ ફેરફાર કર્યા વગર નવા કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. મુલાકાત બાદ ઈન્ડિયન ખેડૂત યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી રામ કુમાર વાલિયાએ કહ્યું કે, 90 ટકા ખેડૂતોએ કાયદો વાંચ્યો નથી. તો આંદોલનકારી ખેડૂત નેતા કુલવંત સિંહ સંધૂએ આરોપ લગાવ્યો કે તે નકલી સંગઠન બનાવી લઇ આવી રહ્યાં છે.
Some farmer leaders (from UP) met me today to extend their support to the farm laws. They said that no amendments should be made in the three laws: Union Agriculture Minister Narendra Singh Tomar in Delhi https://t.co/6kuL9IfOIL pic.twitter.com/xhhRYY6vZi
— ANI (@ANI) December 22, 2020
કિસાન નેતા કુલવંત સિંહ સંધૂએ દિલ્હીની સિંધુ બોર્ડર પર પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પંજાબના 32 ખેડૂત યૂનિયનોએ બેઠક કરી અને આગળના પગલા માટે ચર્ચા કરી. દેશભરના ખેડૂત નેતાઓની એક બેઠક બુધવારે યોજાશે, જ્યાં વાતચીત માટે સરકારના પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે. સંધૂએ કહ્યું કે, તે બ્રિટનના સાંસદોને પણ પત્ર લખશે અને તેમને આગ્રહ કરશે કે તે 26 જાન્યુઆરીએ ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં સામેલ ન થવા માટે પોતાના વડાપ્રધાન બોરિસ જોનસન પર દબાણ વધારે. જોનસન આગામી મહિને થનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે.
The UK PM is scheduled to visit India on 26th January. We are writing to British MPs asking them to stop the UK PM from visiting India till the time farmers' demands are not met by the Indian government: Kulwant Singh Sandhu, farmer leader from Punjab at Singhu border https://t.co/m2Z0ReXFrd
— ANI (@ANI) December 22, 2020
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે રવિવારે 40 ખેડૂત યૂનિયનોના નેતાઓને પત્ર લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂત કાયદામાં સંશોધનના પહેલાના પ્રસ્તાવ પર પોતાની ચિંતાઓ સ્પષ્ટ કરે. આગામી તબક્કાની વાતચીત માટે કોઈ સુવિધાનજક તારીખ નક્કી કરે જેથી ચાલી રહેલા આંદોલનને જલદી સમાપ્ત કરી શકાય.
તોમરે મંગળવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પ્રધાને ફરી કહ્યું કે, નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં બનાવવામાં આવ્યા છે અને તેનાથી ભારતીય કૃષિ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થશે. સરકારે ખેડૂત યૂનિયનોની સાથે ઘણા તબક્કાની વાતચીત કરી છે અને ખુલ્લા મગજની સાથે તમામ વિવાદાસ્પદ મુદ્દો પર ચર્ચા યથાવત રાખવા ઈચ્છુક છે.