///

Farmers Protest: ખેડૂતોએ લખ્યો વડાપ્રધાન મોદી અને કૃષિ પ્રધાનને પત્ર, કહ્યું…

ખેડૂત આંદોલન નો આજે સતત 25મો દિવસ છે. કૃષિ કાયદાને પરત ખેંચવાની પોતાની માંગણી પર ખેડૂતો હજુ પણ અડગ છે. વાતચીતથી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારના અનેક નેતાઓ સતત આરોપ લગાવી રહ્યા છે કે વિરોધી પક્ષોના રાજકારણના કારણે આંદોલન થઈ રહ્યું છે. વિપક્ષ ખેડૂતોને ભડકાવે છે. ખેડૂત નેતાઓએ હવે આ વાતનો જવાબ આપ્યો છે. તેમણે આ આરોપ ફગાવ્યો છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ વડાપ્રધાન મોદી અને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને પત્ર લખીને કહ્યું કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી.

સમિતિએ વડાપ્રધાન મોદી અને નરેન્દ્ર સિંહ તોમરને હિન્દીમાં અલગ અલગ પત્ર લખ્યા છે. આ પત્રોમાં કહેવાયું છે કે સરકારની ગેરસમજ છે કે ત્રણેય કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને વિરોધ પક્ષો દ્વારા પ્રાયોજિત કરવામાં આવી રહ્યું છે.

ખેડૂત સંગઠન તરફથી આ પત્ર એવા સમયે લખાયા છે કે જ્યારે હાલમાં જ વડાપ્રધાન મોદીએ ખેડૂતોને ત્રણ કાયદા પર ગેરમાર્ગે દોરવાનો વિપક્ષ પર આરોપ લગાવ્યો હતો. સમિતિ એ લગભગ 40 સંગઠનોમાંથી એક છે જે છેલ્લા 23 દિવસથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

વડાપ્રધાનને લખાયેલા પત્રમાં ખેડૂતોએ કહ્યું કે “સચ્ચાઈ એ છે કે ખેડૂતોના આંદોલનને રાજકીય પક્ષોને પોતાના વિચાર બદલવા માટે મજબૂર કર્યા છે અને આપનો (વડાપ્રધાન)નો આરોપ છે કે રાજકીય પક્ષો તેને પોષી રહ્યા છે તે ખોટો છે.” સમિતિએ પત્રમાં કહ્યું કે “વિરોધ કરનારા કોઈ પણ કિસાન યુનિયન અને સમૂહની કોઈ પણ માંગણી કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંબંધિત નથી.”

Leave a Reply

Your email address will not be published.