/

કોરોનાનો કહેર : કોરોનાના ડર વચ્ચે પણ ચાઈનાએ નવી સિદ્ધિ કરી હાસિલ 48 કલાકમાં બનાવી 1,000 બેડની હોસ્પિટલ

ચીનમાં કોરોના વાઇરસ નો કહેર યથાવત છે WHO એ  ગ્લોબલ ઇમરજેન્સી જાહેર કરી છે ચીનમાંથી આખી દુનિયામાં ફેલાયેલ આ વાયરસથી અત્યાર સુધી 7892 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 7771 ફક્ત ચીનમાં છે.  212ના મોત અત્યાર સુધીમાં થઇ ચુક્યા છે આ વચ્ચે ચીન સરકાર જ્યારે તમામ ઉપાયો કરી થાકી ગઈ છે ત્યારે તેણે કોરોના વાયરસથી લોકોને બચાવવા અને મદદ કરવા માટે પોતાની સેનાને મેદાને ઉતારી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેના માટે આદેશ આપ્યો છે.આ વાયરસનો સામનો કરવા માટે અત્યંત ઝડપી કામગીરી પણ ચાલી રહી છે. વુહાન શહેર કોરોના વાઈરસનું સેન્ટર છે અને તે શહેરની નજીક જ કારીગરો અને સ્વયં સેવકો દ્વારા ફક્ત બે જ દિવસની અંદર એક ખાલી બિલ્ડિંગને 1,000 બેડ ધરાવતી હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે.

કોરોના વાઇરસમાં ચીન જોરદાર ઝપેટ માં આવી ગયું છે આ તમામ ઘટનાની વચ્ચે ખાસ હોસ્પિટલ ફક્ત 48 કલાકમાં બનાવાઈ છે આ હોસ્પિટલ ફક્ત કોરોના વાઈરસથી અસરગ્રસ્તો માટે જ બનાવવામાં આવી છે ક્સ્ટ્રક્શન કંપનીઓના કર્મચારીઓ, સ્વયં સેવકો અને પેરામિલિટરી પોલીસ અધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી આ પ્રોજેક્ટ ફક્ત 48 કલાકમાં જ પૂરો કરી દેવામાં આવ્યો છે.

ચીનમાંથી નીકળેલો કોરોના વાઇરસ અત્યાર સુધી દુનિયાભરના 17 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. કેટલી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પણ ચીનમાં પોતાની ફલાઇટ બંધ કરી દિધી છે. ચીની સેનાને આખા દેશમાં ફરજ ઉપર રાખવામાં આવી છે, જેનાથી દરેક પ્રકારના પીડિત વ્યક્તિઓને, ચિકિત્સા કર્મીઓ અને સામાન્ય લોકોની મદદ કરી શકે.

Leave a Reply

Your email address will not be published.