અમદાવામાં ઈન્સ્ટાગ્રામમાં મહિલા પાસે કરેલી બિભત્સ માંગણીનો બનાવ સામે આવ્યો છે. જેમાં નવરંગપુરામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી મહિલા કર્મચારી પાસે ઈન્સ્ટાગ્રામ પર બિભસ્ત માંગણી કરતા શખ્સ વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં યુવતીએ આરોપીએ મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા શખ્સે પોતાનો રંગ બદલ્યો હતો અને યુવતીને બિભસ્ત ફોટો મોકલીને આરોપીએ બિભસ્ત માંગણી કરી હતી. જોકે આ અંગે યુવતીએ હોસ્પિટલમાં સાથે કામ કરતા યુવકને પૂછપરછ કરી હતી. ત્યારે યુવકે તેના નામનું કોઈએ બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી આ કૃત્ય કર્યાનું જણાવ્યું હતું.
આ બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરમાં આવેલા સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય મહિલા નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. મહિલાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક શખ્સે 6 માસ અગાઉ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. મહિલાએ હોસ્પિટલમાં સાથે કામ કરતા આ શખ્સની રિકવેસ્ટ મોકલ્યાનું સમજી સ્વીકારી લીધી હતી. ત્યારબાદ આરોપીએ અવારનવાર મહિલાને બિભસ્ત ફોટો મોકલી બિભસ્ત માંગણીઓ શરૂ કરી હતી.
ત્યારબાદ મહિલાએ આ બાબતે સાથે કામ કરતા યુવકને વાત કરી હતી. પરંતુ યુવકે પોતે આ પ્રકારના કોઈ ફોટો ન મોકલ્યાનું અને તેના નામે અન્ય વ્યક્તિએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી આ કૃત્ય કર્યાનું મહિલાને જણાવ્યું હતું. જેને પગલે મહિલાએ સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.