///

Farmer Protest : ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે પાંચમાં તબક્કાની વાતચીત શરૂ

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચમાં તબક્કાની વાતચીત શરૂ થઈ ગઈ છે. આ બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શરૂ થઈ ગઈ છે. જેમાં વિવિધ ખેડૂત સંગઠનોના નેતા ભાગ લઈ રહ્યાં છે. તો આ વાતચીત પહેલા ખેડૂતોએ સિંધુ બોર્ડર પર બેઠક કરી ત્રણેય કાયદાને રદ્દ કરવાની માગ કરી હતી.

આ વચ્ચે સૂત્રોના પાસેથી મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇઝ અને APMC પર ખેડૂતોને લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર છે. કિસાન આંદોલનની શરૂઆતથી આ માગ રહી છે.

તો બીજી બાજુ ખેડૂતોના પ્રતિનિધિઓની સરકારની સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં 40 ખેડૂત સંગઠનોના નેતા સરકાર સાથે વાતચીત કરી રહ્યાં છે. જેમાં સરકાર તરફથી ત્રણ કેન્દ્રીય પ્રધાન અને બે મંત્રાલયના અધિકારી સામેલ છે.

કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. તો આ મુદ્દા પર ગૃહપ્રધાન અમિત શાહ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા. શનિવારે કિસાન સંગઠનો સાથે પાંચમાં રાઉન્ડની વાતચીત પહેલા મોટી મીટિંગ થઈ.

આ બેઠકમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલ હાજર રહ્યા હતા. પીએમ મોદીની સાથે કિસાન આંદોલનને લઈને ગૃહપ્રધાન અમિત શાહ, કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલ વચ્ચે યોજાયેલી બેઠક સમાપ્ત થઈ છે. આ બેઠક આશરે બે કલાક ચાલી હતી.

Leave a Reply

Your email address will not be published.