//

રાજકોટની હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ શરૂ થશે ફાયર ટ્રેનિંગ સેન્ટર

Fire hose reel and fire extinguisher with signs

રાજકોટ શહેરમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ તંત્ર સફાળુ જાગી ગયું છે. આ દુર્ઘટનામાં પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતાં. આ ઘટના ઘટ્યા બાદ શહેરની મહાનગરપાલિકાએ ફાયર ટ્રેનિંગ સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. આગ લાગે ત્યારે પ્રાથમિક રીતે આગ બુઝાવી શકાય તે માટે રાજકોટ મનપા દ્વારા તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આમ, રાજ્યમાં ફાયર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરનારૂ રાજકોટ પ્રથમ શહેર બનશે.

મહત્વનું છે કે બે દિવસ પહેલા રાજકોટ શહેરમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. આ આગ બાદ ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં. હવે મનપાએ ફાયર ટ્રેનિંગ સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે.

આ ફાયર ટ્રેનિંગ સેન્ટરમાં હોસ્પિટલના કર્મચારીઓને આગ લાગે ત્યારે તેને પ્રાથમિક રીતે બુઝાવી શકાય તે માટેની તાલીમ આપવામાં આવશે. શહેરમાં કોઈપણ હોસ્પિટલમાં નવા કર્મચારી હાજર થાય તે પહેલા આ ટ્રેનિંગ લેવી ફરજીયાત કરવામાં આવશે. શહેરના નિવૃત ચીફ ફાયર ઓફિસર આર.કે. મહેશ્વરી તાલીમ આપવાના છે. મહાનગરપાલિકા ઈઆરસી ભવનમાં આ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની શરૂઆત કરશે.

Leave a Reply

Your email address will not be published.