/

આજે નીતીશ કુમારની અધ્યક્ષતામાં પહેલી કેબિનેટ બેઠક

મુખ્ય પ્રધાન નીતીશ કુમારની અધ્યક્ષતામાં આજે સવારે 11:30 કલાકે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વિધાનસભાના વિશેષ સત્ર પર મહોર લાગશે.

મળતી માહિતી મુજબ વિધાનસભાનું સત્ર 23 નવેમ્બરથી શરૂ થઇ શકે છે. આ સત્રમાં રાજ્યપાલ પ્રોટેમ સ્પીકર નામાંકિત કરશે. જે બાદમાં પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવશે. તે માટે વિધાનસભા સચિવાલયે સંપૂર્ણ તૈયારી કરી છે.

ઉલ્લેખનિય છે કે ગઇકાલે સોમવારે નીતીશ કુમારે બિહારના 37માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતાં. આ સાથે જ તેઓ એક્શનમોડમાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે શપથ લેનારા દરેક પ્રધાનો સાથે તેમણે બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. જે બેઠક આજે શરૂ થશે.

નોંધનીય છે કે ગઇકાલે સોમવારે આ શપથ ગ્રહણ સમારોહમાં નીતીશ કુમાર ઉપરાંત જેડીયુના પાંચ, ભાજપના 7, હમ અને વીઆઇપીના એક-એક ધારાસભ્યોએ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.