////

દેશમાં કોવીશીલ્ડ રસીની ગંભીર સાઈડ ઈફેક્ટનો પ્રથમ કેસ, 5 કરોડનું માંગ્યું વળતર

કોરોનાની વેક્સિન કોવીશીલ્ડની ગંભીર સાઇડ ઇફેક્ટ થવાનો આરોપ લાગ્યો છે. ચેન્નાઇમાં ટ્રાયલ દરમિયાન વેક્સિન લગાવનારા એક 40 વર્ષના વોલન્ટિયરે આ આરોપ લગાવ્યો છે. આ વોલન્ટિયરે કહ્યું કે, વેક્સિનનો ડોઝ લીધા બાદ તેને ન્યૂરોલાજિકલ સમસ્યા શરૂ થઇ ગઇ છે. સાથે જ વોલન્ટિયરે તેની માટે સીરમ ઇન્સ્ટીટ્યૂટ પાસેથી 5 કરોડ રૂપિયાનું વળતર માંગ્યુ છે.

આ વોલન્ટિયરે સીરમ ઇન્સ્ટીટ્યૂટ સાથે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ , બ્રિટનની એસ્ટ્રાજેનેકા, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, ઓક્સફોર્ડ વેક્સિન ટ્રાયલના ચીફ ઇન્વેસ્ટીગેટર એન્ડ્ર પોલાર્ડ, યૂનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ધ જેનર ઇંસ્ટીટ્યૂટ ઓફ લેબોરેટરીજ અને રામચંદ્ર હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચના વાઇસ ચાન્સેલરને કાયદાકીય નોટિસ પાઠવી છે. વોલન્ટિયરના એડવોકેટ એનજીઆર પ્રસાદે જણાવ્યું કે, 21 નવેમ્બરે નોટિસ મોકલી હતી, હજુ સુધી કોઇનો જવાબ આવ્યો નથી.

પૂણે ખાતે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા કોવીશીલ્ડ બનાવી રહી છે. કોવીશીલ્ડને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે. આ વેક્સિન આ સમયે ભારતમાં છેલ્લા તબક્કાના ટ્રાયલમાં છે. શનિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીરમ ઇનન્સ્ટીટ્યૂટ જઇને વેક્સિન તૈયાર થવાની સમીક્ષા કરી હતી.

કોવીશીલ્ડના છેલ્લા તબક્કાના ટ્રાયલ્સ બે રીતે કરવામાં આવ્યા છે. પહેલામાં દાવો કરવામાં આવ્યો કે, આ 62% અસરદાર જોવા મળી, જ્યારે બીજામાં 90%થી વધુની એવરેજ જોવા મળી તો ઇફેક્ટિવનેસ 70% આસપાસ રહી છે. SIIના એક્ઝીક્યૂટિવ ડિરેક્ટર સુરેશ જાધવે તાજેતરમાં દાવો કર્યો હતો કે, વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. જાન્યુઆરીથી દર મહિને 5-6 કરોડ વેક્સિન બનાવવા લાગીશું. સાથે જ સરકારની પરમિશન મળ્યા બાદ સપ્લાય શરૂ કરી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.