/

Breaking News : કોરોનાને લઇ રાજ્યનું પ્રથમ સીટી ગાંધીનગરને હોટ સ્પોટ તરીકે જાહેર

મહત્વની વાત છે પાટનગર ગાંધીનગરમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે,માત્ર જીવન જરૂરી કે આવશ્યક ચીજ વસ્તુ મળી રહી છે ત્યારે ગાંધીનગરમાં તમામ વસ્તુ પર પાબંદી લગાવી દેવામાં આવી છે કે જેમાં પણ હવે સરકારે નિયમની કડક અમલવારી શરૂ કરી છે કારણ કે લોકોની કામ સિવાયની અવાર જવર અટકાવવા રાજ્ય સરકાર અને ગાંધીનગર કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે ગાંધીનગર રાજ્યનું પ્રથમ સીટી હશે કે જેમને હોટ સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આજથી જીવન જરુરી વસ્તુ માટે પણ હોમ ડીલેવરી અને શાકભાજી લારી મારફત વેચાણ થઇ શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે અનાજ કરીયાણાનું વિતરણ માત્ર હોમ ડીલેવરી મારફત જ કરવામાં આવશે આજે આ નિર્ણય ને પગલે ગાંધીનગર સેક્ટર 22 ની તમામ દુકાનો ,શોપીંગ સેન્ટરો પણ બંદ રાખવા માં આવ્યા હતા સરકારે કોરોનાની સક્ર્મણથી બચાવવા અને લોકડાઉન અને કલમ 144નો કડક અમલ કરાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર કોરોપોરેશન વિસ્તારને આજે હોટ સ્પોટ તરીકે જાહેર કરી લોકો ને કોરોના વાયરસ થી બચાવવા નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published.