////

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું, ભારતમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ હેલ્થ વર્કરને અપાશે

દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે દેશમાં માત્ર દિલ્હીમાં ગત 6 દિવસની અંદર 628 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવી દીધો છે. જેને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી કોરોનાના સંક્રમણ રોકવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ તમામની માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાન હર્ષ વર્ધને કહ્યું કે, કોરોનાની વિરુદ્ધ લડાઈનો 11મો મહિનો ચાલી રહ્યો છે.

આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું કે, સૌથી પહેલા હેલ્થ વર્કરને કોરોનાની રસી આપવામાં આવશે. ત્યારબાદ ફ્રન્ટ લાઈન વર્કર, પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સને રસી લગાવવામાં આવશે. આ બાદ 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોરોનાની રસી લગાવવામાં આવશે. 50 વર્ષથી વધારે લોકોને અને પછી કોમર્બિડિટીના દર્દીઓને લાગશે.

તેમણે વધુમાં કહ્યું કે, સમગ્ર દુનિયામાં 250 કોરોના રસીની કંપનીઓ છે. જેમાંથી 30ની નજર ભારત પર છે. દેશમાં 5 રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે. ત્યારે વર્ષ 2021 પહેલા 3 મહિનામાં દેશને કોરોના રસી મળશે. સપ્ટેમ્બર સુધીમાં 25થી 30 કરોડ ભારતીયોને રસી આપી દેવામાં આવશે.

સાથે જ સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું કે, કોરોનાના કારણે કેટલાક શહેરોમાં ચિંતાજનક સ્થિતિ છે. કોરોનાના સંક્રમણને ટેસ્ટ અને ટ્રેસિંગથી રોકી શકાય છે. સુપર સ્પ્રેડરવાળી જગ્યાઓ પર ટેસ્ટ કરવા જોઈએ. દિલ્હીમાં સૌથી મોટી સમસ્યા વસ્તી છે.

Leave a Reply

Your email address will not be published.