/

COVID-19ની પ્રથમ ઈલેકટ્રોન માઈક્રોસ્કોપ તસવીર જાહેર કરાઈ

કોરોના વાયરસ કે કોવિડ-19 ખરેખર રીતે કેવો દેખાય છે તેના ભારતમાં પ્રથમ તસવીર જાહેર કરવામાં આવી છે. આ તસવીર પુણે ખાતે આવેલી ICMR-NIVના વૈજ્ઞાનિકોએ લીધી છે. ટ્રાન્સમિશન ઈલેકટ્રોન માઈક્રોસ્કોપનો ઉપયોગ કરી આ તસવીર લેવામાં આવી છે અને આ તસવીરને ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ(INDIAN JOURNAL OF MEDICAL RESEARCH)માં પ્રસિદ્ધ કરવામાં આવી છે. પુણેના વૈજ્ઞાનિકો તરફથી જાહેર કરવામાં આવી હતી.. એનઆઈવી(NATIONAL INSTITUTE OF VIROLOGY) દ્વારા વાયરસની તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ભારતમાંથી લેવામાં આવેલ કોરોના વાયરસનું સેમ્પલ વુહાનના વાયરસ સાથે 99.98 ટકા સામ્યતા ધરાવે છે.

તો વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની ઝપેટમાં આવેલી મહિલાના ગળામાંથી કોરોનાનું સેમ્પલ લીધું હતું. ત્યાર બાદ પુણેના એનઆઈવી વૈજ્ઞાનિકોએ તેના પર અભ્યાસ કરી તસવીર લીધી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની દવા શોધવા માટે ભારત વિશ્વ સ્વાસ્થય સંગઠન(WHO) સાથે મળીને કામ કરી રહ્યું .

Leave a Reply

Your email address will not be published.