///

ઉત્તર પ્રદેશના બરેલીમાં લવ જેહાદ કાયદા હેઠળ પ્રથમ FIR નોંધાઇ

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણ કાયદાને રાજ્યપાલની મંજૂરી મળ્યાના એક દિવસ બાદ રાજ્યના બરેલીમાં એક વ્યક્તિ વિરુદ્ધ આ કાયદા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ પર એક યુવતીને ધર્મ પરિવર્તન કરાવવાના ઈરાદે લગ્નની લાલચ આપીને ફસાવી રહ્યો હોવાનો આરોપ છે. ધર્માંતરણ કાયદો અમલમાં આવ્યા બાદ દેશમાં આ પ્રથમ કેસ છે.

ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યું કે, યુવતીના પિતાની ફરિયાદ બાદ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. બરેલી સ્થિત દેવરાનિયામાં રહેતા યુવતીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, આરોપી અવૈસ અહેમદે તેમની પુત્રી સાથે અભ્યાસ દરમિયાન મિત્રતા કેળવી હતી. હવે તે પુત્રીને ધર્મ પરિવર્તન કરીને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો છે.

યુવતીના પિતાનો દાવો છે કે, અવૈસ અહમદે લગ્નનો વિરોધ કરવા પર પરિવારના સભ્યોને જાનથી મારવાની ધમકી આપી હતી. હાલ પોલીસે નવા કાયદા અંતર્ગત આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મહત્વનું છે કે શનિવારે જ રાજ્યના રાજ્યપાલે ધર્માંતરણ વિરોધી કાયદાને મંજૂરી આપી હતી. જેમાં પરાણે કે વિશ્વાસઘાતથી ધર્મ પરિવર્તન કરાવવા અને લગ્ન કરવા પર 10 વર્ષની કેદની સજા અને 50 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે.

Leave a Reply

Your email address will not be published.