/

ખુશખબર- ગુજરાતમાં કોરોનાથી મળી પ્રથમ મુક્તિ, મહિલા દર્દી સ્વસ્થ થયા બાદ આપી રજા

સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ કોરોનાનો ફેલાવો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત 58 કેસ નોંધાયા છે. જે વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.. ઉલ્લેખનીય છે કે એક મહિલાને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો, આ મહિલા કોરોનાથી સ્વસ્થ થઈ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ગુજરાતમાં મળી પ્રથમ સફળતા-
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો ભરડો ફેલાયો છે.. ત્યારે 34 વર્ષીય આ મહિલા દર્દીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 18 માર્ચે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા દર્દીની અત્યંત કાળજીપૂર્વક સારવાર કરવામાં આવી હતી જેથી મહિલાની સ્થિતિમાં સુધાર થતા તેને અમદાવાદની SVP હોસ્પિટલમાંથી રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર બાદ મહિલાના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા ત્યાર બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.