/////

ગુજરાતની પ્રથમ એવી સભા જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું થયું શખ્ત પાલન

દેશમાં હાલ ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોના કાળ સમયે પણ રાજકીય સમારોહમાં ભાગ્યે જ ક્યાંક સોશ્યલ ડીસ્ટન્સ તથા માસ્ક જોવા મળે છે. આ વચ્ચે ગઇકાલે કરજણ મત વિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ એક સભા સંબોધી હતી.

ત્યારે આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે, ગુજરાતની પેટાચૂંટણીની આ પ્રથમ એવી સભા બની રહી કે, જ્યાં સંપૂર્ણ રીતે સોશ્યલ ડીસ્ટન્સ સાથે શ્રોતાઓ બેઠા હતા. સમગ્ર સભા સ્થળે બે ગજની દૂરી જળવાઇ તે માટે માર્કિંગ કરવામાં આવ્યા હતા અને તે રીતે જ ખુરશીઓ ગોઠવાઈ હતી તથા સભામાં હાજર રહેલ દરેક વ્યક્તિએ માસ્ક પહેરવામાં આવ્યા હોય તે પણ નિશ્ચિત કરવામાં આવ્યું હતું.

આમ મુખ્યમંત્રી વિજય રુપાણીએ સોશ્યલ ડીસ્ટન્સ સાથેની સભા સંબોધીને દેશના રાજકીય નેતાઓને એક ખાસ સંદેશ પણ આપ્યો છે કે, કોરોના વચ્ચે પણ પ્રચાર થઇ શકે છે પરંતુ તમારે કોરોના પ્રોટોકોલને માન આપવું જરુરી છે.

Leave a Reply

Your email address will not be published.